///

Farmer Protest: એવોર્ડ પરત કરવા રાષ્ટ્રપતિ ભવન જઈ રહેલા 30 ખેલાડીઓની અટકાયત

નવા કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને વિપક્ષ પાર્ટીઓનું સમર્થન મળી રહ્યું છે. ત્યારે સોમવારે કેટલાક પૂર્વ અને વર્તમાન ખેલાડી કૃષિ કાયદાના વિરોધમાં પોતાનો એવોર્ડ પરત કરવા રાષ્ટ્રપતિ ભવન તરફથી રેલી કાઢીને નિકળ્યા હતા, ત્યારે આ તમામને દિલ્હી પોલીસે રસ્તામાં જ રોકી લીધા હતા.

ખેડૂતોના આંદોલનના સમર્થનમાં પંજાબ અને અન્ય રાજ્યોના આશરે 30 વર્તમાન અને પૂર્વ ખેલાડીઓએ પોતાનું સમ્માન પરત કરવાની વાત કહી છે. જેમાં પહેલવાન કરતાર સિંહ અનુસાર, તમામ 30 ખેલાડી રેલી કાઢીને રાષ્ટ્રપતિને પોતાનું સમ્માન પરત કરવા જઇ રહ્યા છે. પંજાબ અને અન્ય વિસ્તારના કેટલાક ખેલાડી પણ એવોર્ડ વાપસી કરવા માંગે છે.

મહત્વપૂર્ણ છે કે, કૃષિ કાયદાના વિરોધમાં કેટલાક દિવસ પહેલા આ રીતના એવોર્ડ વાપસીની શરૂઆત થઇ હતી. સૌથી પહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે પોતાનું પદ્મ વિભૂષણ સમ્માન પરત કર્યુ હતું, તે બાદ કેટલાક લેખકો તરફથી સાહિત્ય એકેડમી એવોર્ડ પરત કરવામાં આવ્યો હતો.

તો બીજી બાજુ બોક્સર વિજેન્દ્ર સિંહ પણ ખેડૂતોનું સમર્થન કરવા સિંધુ બોર્ડર પહોચ્યા હતા. અહી વિજેન્દ્ર સિંહે કહ્યુ હતું કે, જો કેન્દ્ર સરકાર આ કાયદો પરત નથી લેતી તો તે પોતાનો ખેલ રત્ન પરત કરી દેશે. વિજેન્દ્ર સિંહ પહેલા રેસલર ધ ગ્રેટ ખલીએ પણ ખેડૂતોનું સમર્થન કર્યુ હતું અને દિલ્હીમાં પ્રદર્શન કરવાની વાત કહી હતી.

નોંધનીય છે કે, દિલ્હીની સરહદો પર લાંબા સમયથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. અત્યાર સુધી ખેડૂત અને સરકાર વચ્ચે પાંચ રાઉન્ડની વાત થઇ ગઇ છે પરંતુ કૃષિ બિલ પરત લેવાનું દબાણ બનાવી રહ્યા છે. હવે ખેડૂતોએ મંગળવારે ભારત બંધની જાહેરાત કરી છે. સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી ભારત બંધ રહેશે, તે બાદ બુધવારે ખેડૂત અને સરકાર વચ્ચે ફરી ચર્ચા થશે.

Leave a Reply

Your email address will not be published.