દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધના મામલે કોંગ્રેસ પાર્ટી આંદોલનના સમર્થનમાં રસ્તા પર ઉતરી છે. ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રાષ્ટ્રપતિને મળ્યા હતા. તો બીજી તરફ રેલીમાં સામેલ પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ત્રણ નેતાઓ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા છે. કોંગ્રેસને રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવી નથી, ત્યારબાદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અન્ય કેટલાક નેતાઓની અટકાયત કરવામાં આવી છે.
Delhi Police take Priyanka Gandhi and other party leaders to Mandir Marg Police Station in New Delhi. https://t.co/YHBbXmF8nC pic.twitter.com/IDKwfV7N3a
— ANI (@ANI) December 24, 2020
જોકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના માર્ચને રોકવામાં આવ્યા બાદ પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સરકાર ખેડૂતોનો અવાજ નથી સાંભળી રહી. લાખો ખેડૂત બોર્ડર પર બેઠેલા છે તેમનો અવાજ કોણ સાંભળી રહ્યું છે, તે કહી રહ્યા છે કે અમને દુખ પહોચી રહ્યું છે. સરકાર કેમ આ કાયદાને પરત નથી લઇ રહી.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, આ લોકતંત્ર છે અને સરકારનું કામ દેશનો અવાજ સાંભળવાનો છે, જે જવાનોની અમે વાત કરીએ છીએ તે ખેડૂતોના પુત્ર છે, શું તેમનો અવાજ સાંભળવો ના જોઇએ.
કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે રેલીની કોઇ પરવાનગી મળી નથી. જોકે, રાહુલ ગાંધી સહિત ત્રણ નેતા રાષ્ટ્રપતિ ભવન જઇ શકશે. સાથે જ નવી દિલ્હીમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા વધારવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે, ભારતના ખેડૂત આ પ્રકારના ત્રાસથી બચવા માટે કૃષિ વિરોધી કાયદા વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે, આ સત્યાગ્રહમાં આપણે તમામે દેશના અન્નદાતાનો સાથ આપવો પડશે.