કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની અલગ-અલગ સરહદો પર સતત ચાલી રહેલા ખેડૂત આંદોલન હવે જોર પકડી રહ્યું છે. આ વચ્ચે સરકાર ફરી એકવાર ખેડૂતોને મનાવવાનો પ્રયાસ કરશે. આજે સરકાર અને કિસાન નેતાઓ વચ્ચે પાંચમાં તબક્કાની બેઠક છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં કોઈ નિર્ણય થઈ શકે છે. આમ એટલા માટે કારણ કે 3 ડિસેમ્બરે થયેલી પાછલા રાઉન્ડની બેઠક બાદ કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરએ ખેડૂતોની માંગો પર વિચારનો વિશ્વાસ આપ્યો છે. પરંતુ ખેડૂતો તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જો સરકાર તેની વાત માનશે નહીં તો આંદોલનને વધુ મજબૂત બનાવવામાં આવશે.
Farmers continue to camp at Delhi-Haryana border in Tikri in protest against the new farm laws.
— ANI (@ANI) December 5, 2020
Fifth round of talks between the Centre and farmers will be held today. pic.twitter.com/c83paBX333
આજે સરકારની સાથે યોજાનારી બેઠકના એક દિવસ પહેલા ખેડૂત સંગઠનોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. તેમણે આક્રમક વલણ સાથે કહ્યું કે, તેમની વાત માનવામાં નહીં આવે તો તે રાષ્ટ્રીય રાજધાની પહોંચનારી અન્ય સકડો બંધ કરી દેશે. ખેડૂત નેતા પોતાની માગ પર અડગ છે કે, આ કૃષિ કાયદાને રદ્દ કરવા માટે કેન્દ્ર સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવે. તેમનું કહેવું છે કે તે નવા કાયદામાં સંશોધન ઈચ્છતા નથી પરંતુ કાયદાને રદ્દ કરવામાં આવે.
આ ઉપરાંત ભારતીય ખેડૂત યૂનિયનના મહાસચિવ હરિંદર સિંહ લખવાલે કહ્યું કે, અમે 8 ડિસેમ્બરે ભારત બંધનો નિર્ણય કર્યો છે અને આ દરમિયાન અમે તમામ ટોલ પ્લાજા પર કબજો કરીશું. ખેડૂતો શનિવારે કેન્દ્ર સરકાર અન કોર્પોરેટ માલિકો વિરુદ્ધ પ્રદર્શન કરશે. 7 ડિસેમ્બરે ખેલાડીઓ ખેડૂતોનું સમર્થન કરતા મેડલ પરત કરશે. તેમના કડક વલણ વચ્ચે સૂત્ર અનુસાર સરકારે વિવાદ ખતમ કરવા માટે તે જોગવાઈનો સંભવિત હલ તૈયાર કરી લીધો છે જેના પર ખેડૂતોને વાંધો છે.
સાથે જ ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, આજે ખેડૂતો આશા કરી રહ્યાં છે કે, સરકાર પાંચમાં રાઉન્ડની વાર્તામાં તેમની વાતો માની લેશે. તો આજે યોજાનારી વાર્તામાં સરકાર તરફથી કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર સામેલ થશે. તેમની સાથે રેલપ્રધાન પીયુષ ગોયલ અને વાણિજ્ય-ઉદ્યોગ રાજ્યપ્રધાન સોમપ્રકાશ પણ ઉપસ્થિત રહેશે.