///

Farmer Protest: આજે ફરીવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન યથાવત છે. ત્યારે આ આંદોલન કરી રહેલા ખેડૂતોને રસ્તા પરથી હટાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે 12 વાગ્યે ફરીથી સુનાવણી કરવામાં આવશે. આજે ખેડૂત સંગઠનોના નેતાઓ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરશે. બુધવારે થયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, તેઓ કોઈ પણ આદેશ આપતાં પહેલા આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોનો પક્ષ સાંભળશે.

સુપ્રીમ કોર્ટે હાલ આ મામલે 8 ખેડૂત સંગઠનોને પક્ષકાર બનાવ્યા છે. જેમાં ભારતીય કિસાન યુનિયન ટિકૈત, BKU સિધુપુર, BKU રાજેવાલ, BKU લાખોપાલ, જમ્હૂરી કિસાન સભા, BKU દકૌંડા, BKU દોઆબા, કુલ હિંદ કિસાન ફેડરેશન હૈકોર્ટે વિવાદના સમાધાન માટે એક કમિટી બનાવવાની વાત કહી હતી. આ કમિટીમાં આંદોલનકારી સંગઠનો સાથે સરકાર અને દેશના અન્ય ખેડૂત સંગઠનના લોકો પણ હશે.

તો બીજી બાજુ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલું આંદોલન માત્ર એક રાજ્ય પુરતું સિમિત છે અને પંજાબના ખેડૂતોને વિપક્ષ ગેરમાર્ગે દોરી રહ્યું છે. દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. અરજી કરનાર તરફથી સુપ્રીમ કોર્ટમાં શાહીન બાગ કેસનો હવાલો આપવામાં આવ્યો હતો.

આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, આ એક મહત્વપૂર્ણ વિષય છે. તો સોલિસિટર જનરલે કોર્ટને અપીલ કરી છે કે, હરીશ સાલ્વે આવા જ એક કેસમાં દલીલ આપવા માંગે છે. જોકે, જજે હરીશ સાલ્વેને ચર્ચામાં સામેલ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

મહત્વનું છે કે, દિલ્હીની બોર્ડર પર કૃષિ કાયદા વિરુદ્ધ સતત 20 દિવસથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે કૃષિ કાયદાને પરત લેવા માટે ખેડૂતો અડગ છે, તો સરકાર સંશોધનનો પ્રસ્તાવ આપી રહી છે. ખેડૂતો સતત સરકારના પ્રસ્તાવને ફગાવી રહી છે. આ સાથે જ તેઓ પોતાના આંદોલનને વધારે જલદ્દ બનાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.