//

ખેડુત એકતા મંચની પત્રકાર પરિષદ કયાં થયું ખેડુતોના નામે કરોડોનું કૌભાંડ

ગુજરાત રાજયમાં કમોસમી વરસાદ અને વધુ પડતા વરસાદના કારણે ખેડુતોનાં પાક નિષ્ફળ ગયા છે. જેથી સરકાર ખેડુતોને આર્થિક સહાય આપતી હોય છે. જેને લઇને ખેડુત એકતા મંચે ખુલાસો કર્યો છે. અને સરકાર સામે આક્ષેપો કર્યા છે. તેમજ ખેડુતોને અપાતી આર્થિક સહાયમાં સરકારે કૌભાંડ કર્યુ હોવાનું ખેડુત એકતા મંચે જણાવ્યુ છે. જેમાં સરકાર વિરુદ્વ પુરાવાઓ રજુ કરીને સાગર રબારીએ ખેત ભવન ગાંધી આશ્રમ પાસે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સરકારે ખેડુતોને આર્થિક સહાય આપી નથી તેવું જણાવ્યુ છે. અને અતિવૃષ્ટિ સહાય યોજનામાં થતાં ભષ્ટાચારોની પોલ ખોલી છે.

તેમજ સરકારે જાહેર કરેલી યાદીમાં જે ખેડુતોનાં નામ છે તે ખેડુતોનું બેંન્કમાં ખાતુ જ નથી તો સરકારે કોને પૈસા ચુકવ્યા? ખેડુતોને આર્થિક સહાયનાં પૈસા મળયા નથી.વિધાનસભાનાં નાણાકીય બજેટમાં સરકાર ખેડુતો માટે મોટી-મોટી યોજનાઓ જાહેર કરીને કરોડો રૂપિયા ખેડુતોને ફાળવવા માટેની વાતો કરે છે. પરંતુ હકીકત તો કંઇજ અલગ જ હોય છે. સરકાર ઢોલ પીટીને ખેડુતોને સહાય આપવાની હાથ-પગ વગરની વાતો કરે છે. પરંતુ ખેડુત એકતા મંચે સરકાર સામે આક્ષેપો કરીને પુરાવા રજુ કર્યા છે.

ખેડુત એકતા મંચે જણાવ્યુ હતુ કે,અતિ વરસાદના કારણે ખેડુતોને થયેલા પાક નુકશાનની સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. અછત રાહત માટે જે ખેડુતોનાં ફોર્મ ભરાયા છે. જેમાં ખેડુતોનાં નામ અને જમીનની વિગતો એ જ હતી જે ખેડુતોએ ફોર્મમાં લખી હતી. પરંતુ બેંક ખાતા ધારકોનું નામ બદલાઇ ગયા છે. જે ખેડુતોનું અવસાન થયુ છે. તેમના નામે જમીન હોવાથી તેમના નામનું ફોર્મ ભરીને બેંકની વિગતો બીજાના નામથી દાખલ કરીને ખેડુતોને મળતી આર્થિક સહાય ઉપાડી લેવામાં આવી છે.

વધુમાં સરકારે કરેલા ગોટાળા અંગે ખેડુત એકતા મંચે જણાવ્યુ કે, ગામ પંચાયતનાં વી.સી તલાટી અને તાલુકા વિકાસ અધિકારીઓની સંડોવણી છે. જે ગામોમાં ખેડુતનાં મોઢાનો કોળીયો છીનવી લઇને આ પ્રકારની ઘટનાઓ બને છે. તેમાં તલાટીઓ પર નક્કર પગલા ભરવામાં આવે તેવી ખેડુત એકતા મંચે માંગણી કરી છે. 

Leave a Reply

Your email address will not be published.