//

ખેડુતોને પડયા પર પાટુ હવે ડુંગળી પણ ખેડુતોને રડાવશે : જાણો વિગતો

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ ખેડુતોને ફરી રડાવ્યા છે. ડુંગળીના ભાવ ઘટતા ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાતમાં દરરોજ ૨૫૦૦ ટન ડુંગળી આવી રહી છે. હાપા યાર્ડમાં ૫૦ થી ૩૦૦ રૃપિયામાં મણ, વિસાવદર યાર્ડમાં ૮૪ થી ૩૦૦ રૃપિયા મણ, રાજકોટ યાર્ડમાં ૧૦૦ રૃપિયા મણ,ગોંડલ યાર્ડમાં ૧૪૦ થી ૫૦૦ મણ, જેતપુર યાર્ડમાં ૧૫૧ થી ૪૦૦ મણ ડુંગળી વેચાઇ રહી છે. આ વર્ષે ખેડુતોએ ૪૨,૩૪૩ હજાર હેકટરમાં ડુંગળીની વાવેેતર કર્યુ છે. જેથી ભાવ ઘટતા ખેડુતોની સ્થિતિ કફોળી બની છે. ૧૦૦ રૃપિયા કિલો વેચાતી ડુંગળીના ભાવ હવે મણના ૧૦૦ રૃપિયા થયા છે.

જગતનો તાત કહેવાતા ખેડુતોને દર વર્ષે વાવેતરમાં મુશકેલીનો સામનો કરે છે. ખેડુતોને ખેતી કરવા માટે પાણી ન મળવુ કે પછી પાક નિષ્ફળ જતાં પાકવીમો પણ ન મળવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખેડુતોની સ્થિતિ એટલી કફોળી બની છે.

Leave a Reply

Your email address will not be published.