કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે ગુરુવારે ચોથા રાઉન્ડની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહતું અને ખેડૂતોનું પ્રદર્શન આજે શુક્રવારે પણ યથાવત રહ્યુ હતું. આ વચ્ચે ખેડૂત નેતાએ એક દિવસ માટે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધના એલાનની જાહેરાત કરી છે.
Yesterday, we told the Government that the farm laws should be withdrawn. On 5 Dec, effigies of PM Modi will be burnt across the country. We have given a call for Bharat Bandh on December 8: Bharatiya Kisan Union (BKU-Lakhowal) General Secretary, HS Lakhowal at Singhu Border pic.twitter.com/dA1Xykds2K
— ANI (@ANI) December 4, 2020
ખેડૂતો કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શનમાં સરકાર સામે લડી લેવાના મુડમાં છે. આ વચ્ચે ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે 5 ડિસેમ્બરની બેઠકમાં જો સરકાર અમારી વાતનો સ્વિકાર નહી કરે તો અમે એક દિવસ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કરીશુ. વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે સરકાર દ્વારા બોલાવેલી બેઠકમાં હાજરી આપીશું.
One-day Bharat Bandh has been called on December 8 to protest against the three farm laws. Tomorrow, we will attend the meeting called by the government: Farmer leader Rakesh Tikat at Ghazipur (Delhi)-Ghaziabad (UP) border pic.twitter.com/yCqRNtYDfy
— ANI (@ANI) December 4, 2020
ખેડૂત નેતા લખોવાલે કહ્યું કે ગઇકાલે અમે સરકારને કહીશું કે કૃષિ કાયદો પરત ખેંચે. નહીંતર ખેડૂતો 5 ડિસેમ્બરના રોજ સરકારના પૂતળા સળગાવશે. 8 તારીખના રોજ ભારત બંધ કરવાનો પ્લાન છે. તેઓએ કહ્યું કે તમામ નાકા બંધ કરવામાં આવશે. આ અમારી લાંબી લડાઇ છે. સરકાર સત્ર બોલાવે અને આ કાયદાને રદ કરે.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે આશરે સાડા સાત કલાક ચાલેલી બેઠક બાદ કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકારે ખેડૂતોની વાત ધ્યાનથી સાંભળી છે અને હવે 5 ડિસેમ્બરે આગામી રાઉન્ડની વાતચીત થશે. આ બાજુ ખેડૂતોએ કહ્યું કે સમાધાન ન નીકળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ખેડૂતોના પ્રદર્શનના કારણે દિલ્હીના હરિયાણા અને ઉત્તર પ્રદેશ સંલગ્ન જોડાયેલા વિસ્તારોમાં આજે પણ ટ્રાફિક જામ થઇ શકે છે. કારણ કે દિલ્હી સાથે જોડાયેલી સરહદો આજે ગુરૂવારે પણ બંધ રહેશે. સિંઘુ બોર્ડરથી યુપી ગેટ સુધી દિલ્હીના બહારના ભાગોમાં મોટી સંખ્યામાં ખેડૂતોનો હજુ પણ જમાવડો છે અને હવે દેશના અન્ય રાજ્યોથી પણ ખેડૂતો ત્યાં પહોંચવા લાગ્યા છે. ટ્રાફિક પોલીસે બોર્ડરથી મુસાફરી કરનારા લોકોને વૈકલ્પિક રસ્તો પસંદ કરવાની સલાહ આપી છે.
કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે ગુરુવારે આશરે સાડા સાત કલાક જેટલી વાતચીત ચાલી હતી. જેમાં કોઇ નિરાકરણ આવ્યું નહતું. ખેડૂતો 3 નવા કાયદા પરત ખેંચવાની માંગણી કરી રહ્યા છે.
5 તારીખે થનારી બેઠક પહેલા આજે શુક્રવારે ખેડૂતોની 11 કલાકે બેઠક થશે. જેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. ગુરુવારે થયેલી બેઠકમાં સરકાર તરફથી પ્રધાનોમાંથી કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, રેલવેપ્રધાન પિયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યપ્રધાન સોમ પ્રકાશ ઉપસ્થિત રહ્યાં હતાં. તો ખેડૂતો તરફથી 40 ખેડૂત નેતાઓ સરકાર સાથે વાતચીત કરી રહ્યા હતાં. આ 40 નેતાઓને સરકાર સતત સમજાવતી રહી. પરંતુ તેઓ પોતાની માંગણી પર અડગ રહ્યાં હતાં.
ગુરુવારે ખેડૂતો અને સરકાર વચ્ચે બપોરના 12 કલાકથી લઇ સાંજના 7.30 કલાક સુધી ચર્ચા ચાલી હતી. જેમાં ખેડૂતોએ સરકાર સામે 10 પેજનો એક ડ્રાફ્ટ રજુ કર્યો હતો. જેમાં સરકારી મંડીઓ એટલે કે APMC કાયદાના 17 પોઈન્ટ પર તેમની અસહમતિ હતી. આ બાજુ જરૂરી વસ્તુઓ એટલે કે એસેન્શિયલ કોમોડિટી કાયદાના 8 પોઈન્ટ પર તેમની અસહમતિ હતી. જ્યારે કોન્ટ્રાક્ટ ફોર્મિંગના 12 પોઈન્ટ પર તેમની નારાજગી હતી. સરકાર ખેડૂતોને સતત સમજાવી રહી છે કે કૃષિ કાયદામાં તેમની ખુશીઓની ચાવી પણ છે અને ખેડૂતો કહે છે કે ના. તેમાં બરબાદી સિવાય કઈ નહીં મળે. ખેડૂતોએ જે ડ્રાફ્ટ રજુ કર્યો તેમાં મૂળત્વે 7 મોટી માંગણીઓ રજુ કરાઈ.
ખેડૂતોની માંગણીઓ
- સરકાર નવો કૃષિ કાયદો પરત લે.
- MSPને ખેડૂતોનો કાનૂની અધિકાર બનાવવામાં આવે.
- ખેતી માટે ઉપયોગમાં આવતા ડીઝલને 50 ટકા સસ્તુ કરવામાં આવે.
- ખેડૂતોને તેમના ખર્ચ પર 50 ટકા વધુ ભાવ મળે.
- આત્મહત્યા કરનારા ખેડૂતોને સરકાર પાસેથી આર્થિક મદદ મળે.
- ખેડૂતો પર લાગેલા તમામ કેસ પાછા ખેંચાય.
- દેશભરમાં જે પણ ખેડૂત નેતાઓની ધરપકડ કરાઈ છે તેમને તત્કાલ છોડી મૂકવામાં આવે.