///

ટેકાના ભાવથી નીચો ભાવ મળતા ખેડૂતો વિફર્યા, રસ્તાનો કર્યો ચક્કાજામ

સાબરકાંઠા ઇડર તાલુકાના ખેડૂતોને મગફળીનો ટેકાના ભાવથી પણ નીચો ભાવ મળતા રોડને ચક્કાજામ કર્યો હતો.

હાલમાં સરકાર દ્વારા રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. ત્યારે સાપવાડા ગામ ખાતે ઇડર-હિંમતનગર હાઇવેને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. ખેડૂતોએ રસ્તો રોકીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ તકે ખેડૂતોનું કહેવું છે કે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવથી નીચા ભાવે કોઈ કેવી રીતે વેચાણ કરી શકે. જેના પગલે ખેડૂતોએ રસ્તાનો ચક્કાજામ કર્યો હતો. ખેડૂતો દ્વારા રસ્તો રોકવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ અને કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published.