ચાલુ વર્ષે ખેડૂતો એક પછી એક મુશ્કેલી નો સામનો કરી રહેલ છે, શિયાળો પૂરો થઇ ગયો છે અને રવિ સીઝન પાકો APMC માં વેચઈ રહ્યો છે , ત્યારે આ ઉપર જ કમોસમી વરસાદ પડતા તૈયાર જણસ પલળી ગયેલ અને મોટું નુકસાન જવા પામેલ છે.

સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ કમોસમી વરસાદ પડતા ખેડૂતો અને APMCમાં પડેલ તૈયાર પાકોને નુકસાન જવા પામેલ છે, જેતપુરમાં પણ ગત રાત્રીના રોજ જેતપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો અને વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે, જેતપુર APMCમાં પણ કમોસમી વરસાદ પડતા અહીં જે પાક વેચવા માટે આવેલ હતો તેને નુકસાની થવા પામી છે, યાર્ડ માં પડેલ અને વેચાવવા માટે આવેલ કપાસ , ધાણા ઘઉં સહીતના પાકો પલળતા નુકસાની જવા પામી છે. ધાણાના તૈયાર પાક અને વેચવા માટે આવેલ બારદાનમાં પેકીંગ થઇને આવેલ ધાણા ઉપર વરસાદ પડતા પલળી ગયા હતા અને એક દિવસ માં ધાણાનો ભાવ 1500 હતો તે 1000 થી 800 રૂપિયા જેતો નીચો જતો રહ્યો હતો જેને હિસાબે ખેડૂતોને નુકસાની જવા પામી હતી, સાથે જે વેપારી ઓ માલ ની ખરીદી કરી લીધી હતી અને તેનો માલ પલળતા વેપારીઓને પણ નુકસાની ગઈ છે. સાથે જેતપુર APMCમાં ખેડૂતોના પાકને રાખવામાં તે પૂરતા છાપરાના હોય ખેડૂતોને તેનો માલ ખુલ્લામાં રાખવા પડે છે જેના હિસાબે આ નુકસાની થઇ હોય ખેડૂતોની માંગણી છે કે જેતપુર APMCમાં નવા છાપરા બનાવવામાં આવે.
જેતપુર APMCમાં પડેલ કમોસમી વરસાદને હિસાબે થયેલ હિસાબે ખેડૂત અને વેપારીઓનો પણ માલ પલળતા નુકસાની છે, વરસાદ ઓછો હોય અને ટૂંકા સમયનો હોય યાર્ડના પડેલ ખેડૂતો અને વેપારીઓનો માલમાં ઓછું નુકસાન હોવાનું યાર્ડના સતાધીસોએ જણાવેલ હતું.