///

દિલ્હીમાં વિરોધ પ્રદર્શન બની શકે છે વધુ આક્રમક, પંજાબથી ખેડૂતો સિંધુ બોર્ડર આવવા રવાના

દિલ્હીમાં નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલન આગામી દિવસોમાં વધુ મોટું થઇ શકે છે. મળતી માહિતી મુજબ પંજાબના અલગ-અલગ વિસ્તારોથી લગભગ 50 હજાર ખેડૂત દિલ્હી તરફ રવાના થઇ રહ્યા છે. લગભગ બારસો ટ્રેક્ટર ટ્રોલીઓમાં આવી રહેલા ખેડૂત

ખેડૂત મજદૂર સંઘર્ષ કમિટીએ પંજાબના પ્રધાન સતનામ સિંહે કહ્યું કે શુક્રવારે પંજાબના અલગ-અલગ જિલ્લામાંથી લગભગ બારસો ટ્રોલીઓની સાથે 50 હજાર ખેડૂત દિલ્હી આવવા માટે રવાના થયા છે. આ ખેડૂતોમાં ફિરોજપુર, ફાજિલ્કા, અબોહર, ફરીદકોટ અને અન્ય ખેડૂતો પણ સામેલ છે. ખેડૂત પોતાની સાથે ઠંડીથી બચવા માટે તાડપત્રી, ગરમ કપડાં અને આગામી ઘણા મહિનાઓનું રાશન લઇને નિકળે છે.

બીજી તરફ ખેડૂતો સાથે સમર્થનમાં હવે ઘણી સંસ્થા વિભિન્ન સામાન લઇને સિંધુ બોર્ડર પર પહોંચી રહી છે. ચંદીગઢની સંસ્થા 10 હજારથી વધુ માસ્ક લઇને સિંધુ બોર્ડર પર પહોંચી છે. આ માસ્કને ત્યાં ખેડૂતોમાં વહેચવામાં આવી રહ્યા છે. સંસ્થાનું કહેવું છે કે આંદોલન માટે ખેડૂતોનું સ્વસ્થ્ય રહેવું જરૂરી છે. તો એક અન્ય સંસ્થાએ ખેડૂતો માટે સિંધુ બોર્ડર પર લોન્ડ્રી શરૂ કરી છે. જેમાં ખેડૂતોના કપડાં નિશુલ્ક ધોવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.