///

કેશોદમાં ખેડૂતો રોષે ભરાયા, રસ્તો કર્યો ચક્કાજામ

સૌરાષ્ટ્રમાં પંથકમાં સારા વરસાદને પગલે મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તેવામાં હવે APMC બજાર કરતા ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ઊંચા બોલાઇ રહ્યા છે. જેને લઇને ખેડૂતોનો પ્રવાહ ખુલ્લા બજાર તરફ વળ્યો છે. બીજી તરફ જૂનાગઢના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેવામાં હવે કેશોદ APMC ખાતે મગફળી ખરીદી બંધ થતાં ખેડૂતો રોષે ભરાયા છે. ખેડુતોએ ટ્રેકટરો રસ્તા પર રાખી દીધા છે તો કેટલાક ખેડૂતો રસ્તા વચ્ચે બેસી ગયા છે.

ખેડૂતોએ રસ્તા પર ઉતરી રસ્તો બંધ કર્યો છે. ટ્રેક્ટર વડે રસ્તો રોકીને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. જેમાં ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે. મગફળી ખરીદીમાં વારંવાર નિયમો બદલાતા હોવાથી ખેડૂતો ત્રસ્ત થયા છે. મહત્વનું છે કે, ઝીણવટભરી ચકાસણી થતી હોવાથી અને મગફળીમાં ભેજ ધૂળનું પ્રમાણ વધુ જણાય એટલે મગફળી રિજેક્ટ કરવામાં આવતી હોવાથી ખેડૂતો કંટાળી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.