///

ખેડૂતોએ કોરોના સહિત પાકવિમા કંપનીઓના કહેરથી બચવા દિપ- જ્યોત પ્રગટ કરી

રવિવારે સમગ્ર ભારત દેશ સહિત ગુજરાત રાજ્યમાં વડાપ્રધાનના સૂચન અનુસાર દિપ- જ્યોત પ્રગટ કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર નજીક આવેલા ગામના ખેડૂતોએ કોરોના સહિત પાકવિમા કંપનીઓના કહેર સામે રક્ષણ મેળવવા દિપ-જ્યોત પ્રગટાવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના મેથાણ ગામે ખેડૂતોએ કોરોના અને પાકવિમા કંપનીઓના કહેર સામે રક્ષણ મેળવવા દીવા કર્યા હતા. ખેડૂતોએ 9 દીવા કોરોના માટે અને 9 દીવા પાકવિમા કંપનીઓના કહેર સામે રક્ષણ મેળવવા પ્રગટાવ્યા હતા. તો ખેડૂતોએ દીપ પ્રગટાવી અંધકાર દૂર થાય અને પ્રકાશ ફેલાય કોરોના જાય અને વીમા કંપનીઓ વળતર આપે.

તેવા ઉદેશ્ય સાથે દીપ પ્રાગટ્ય કરી વડાપ્રધાન મોદીને સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ દરમિયાન રાજ્યના ખેડૂતો ઉપર અનેક કુદરતી આફતો આવી છે પછી તે માવઠાનો માર હોય કે કમોસમી વરસાદ કે પછી લોકડાઉનના કારણે પણ ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતી સર્જાઈ રહી છે. જગતનો તાત માત્ર કુદરતી આફતો જ નહીં પરંતુ માનવસર્જિત આફતો સામે પણ પીડાઈ રહ્યો છે. જેથી મેથાણ ગામના ખેડૂતોએ પાકવીમા કંપનીથી રક્ષણ મેળવવા વધુ 9 દિવા કરી એક સંદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.