///

farmers protest: ખેડૂતો વિફર્યા, પહેલા Jioનું સીમ કાર્ડ અને હવે જુઓ શું કર્યુ

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના નિશાને રિલાયન્સ જીયો પણ છે. થોડા દિવસ પહેલા જીયોના સિમકાર્ડ સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે હવે ખેડૂતો સમગ્ર રિલાયન્સનો જ જાણે વિરોધ કરી રહ્યાં છે તેમ ટાવરની વિજળીનું જોડાણ કાપી નાખ્યું હતું.

પંજાબ અને હરિયાણાના અલગ-અલગ જિલ્લામાં રિલાયન્સ જિયોના ટાવરના વીજળી કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતાં. હરિયાણાના સિરસા સહિત અન્ય જિલ્લામાં ગ્રામીણ જીયો ટાવરના વીજળી કનેક્શન કાપીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે, આ મામલે રિલાયન્સ જીયો દ્વારા સત્તાવાર રીતે કોઇ જ ટિપ્પણી કરવામાં આવી નથી. આપને જણાવી જઇએ કે, ખેડૂત આંદોલનને કારણે જીયો સામે પડકાર વધ્યો છે.

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સીમા પર છેલ્લા 29 દિવસથી સતત ચાલી રહેલા આંદોલનમાં વધુ તાકાત ઉમેરાઇ રહી છે. શનિવારે ખનૌરી બોર્ડરથી 15 હજાર ખેડૂતો દિલ્હી માટે કૂચ કરવાના છે. રવિવારે ડબવાલી બોર્ડરથી 15 હજાર ખેડૂતો દિલ્હી જવાનો દાવો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જીયોએ પોતાની હરીફ કંપની એરટેલ, વોડાફોન અને આઇડિયા પર ખેડૂતોને ભડકાવી રહી હોય તેવો આરોપ લગાવ્યો હતો. આરોપ પ્રમાણે એરટેલ અને વીઆઇએલ એવો દાવો કરી રહી છે કે, જીયોના મોબાઇલ નંબર તેમના નેટવર્ક પર પોર્ટ કરાવો એ ખેડૂત આંદોલનને સમર્થન છે.

નવા મોબાઇલ ગ્રાહકો જોડવા મુદ્દે એકવાર ફરીથી રિલાયન્સ જીયોએ સુનિલ મીત્તલની એરટેલને પાછળ છોડી છે. આ ઘટના સતત બીજા મહિને બની છે. આ પહેલા સપ્ટેમ્બરમાં પણ એરટેલને પછાડીને જીયો આગળ નીકળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.