/

ઓનલાઇન રજીસ્ટેશન ગોકળ ગાયની ગતિ થી થતી સામે ખેડૂતોએ ડેપ્યુટી કલેકટરને પાઠવ્યું આવેદન

ધોરાજી 10 March

અલ્પેશ ત્રિવેદી

સરકાર ખેડૂતોના પાકને પૂરતા ભાવ મળે અને તેમનો માલ સીધો સરકાર ખરીદ કરી શકે તેવી વ્યવસ્થા કરી રહી છે જેના માટે ખેડૂતોએ એક ઓનલાઇન રજીસ્ટેશન કરાવવાનું હોઈ છે તેમાં ઓનલાઇન થયા પછી ખેડૂત ને મોબાઈલ પર એક મેસેજ આવે છે તેમાં તેમને તારીખ અને તેમનો નંબર આપવામાં આવે છે તેથી ખેડૂતોને પોતાનો માલ AMPC એ ક્યારે લઇ આવવાનો અને ક્યાં દિવસે લાવવાનો તેની માહિતી આપવા માં આવે છે પરંતુ ધોરાજી ,જેતપુર અને ઉપલેટાના અભણ ખેડૂતો હવે સરકારની ઢીલી નીતિ અને નિયમ થી ત્રાસી ગયા છે કારણ કે ખેડૂતોના ઓનલાઇન રજીસ્ટેશન કરાવવાની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાના આક્ષેપ કરી ખેડૂતોએ આજે ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરી છે અને ટેકાનાં ભાવે ચણાની ખરીદી કરવામાં આવતાં રજીસ્ટ્રેશન યોગ્ય રીતે વ્યવસ્થા કરવા તથા ખેડૂતોને થતી હેરાનગતિ નિવારવા માટે ખેડૂતોએ આપ્યુ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું અને મૌખિક રજુઆત પણ કરી હતી કે જેતપુર ધોરાજી ઉપલેટા જામકંડોરણા તાલુકાનાં ખેડૂતો માટે રજીસ્ટ્રેશન ઓફિસ ધોરાજી ચાલું કરવામાં આવી છે.

ચણાનાં ટેકાનાં ભાવે ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી ચાલું રહેલ છે જે કાર્યવાહી મંદ ગતિએ ચાલે છે હાલમાં આશરે 800 થી ખેડૂત ખાતેદારોને ટોકન આપવામાં આવેલ છે અને તેનાં અનુસંધાને હજું 60% જેવાં ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે આ બાબતે જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં રજીસ્ટ્રેશન ઓફિસે 16 માર્ચ નાં રોજ એવી જાહેરાત કરવામાં આવેલ કે 25 ,માર્ચ સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે તેને બદલે 17 તારીખે જ રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યુ કયાં કારણોસર બંધ કરાઈ અને કોઈ જાણ નથી કરાઈ અચાનક બંધ કરવાથી ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જેથી ખેડૂતો પોતાની ચણાની ખરીદી તાત્કાલિક ધોરણે ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી હતીં અને ધોરાજી ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવા માં આવેલ હતું.

Leave a Reply

Your email address will not be published.