///

કિસાનોએ આપી દિલ્હી ઘેરવાની ચેતવણી, ભાજપ અધ્યક્ષની ઘરે બેઠક યોજાઇ

નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ચાર દિવસથી પ્રદર્શન કરી રહેલા કિસાન સંગઠનના પ્રદર્શનકારીઓએ બુરાડીના મેદાનમાં ગયા બાદ વાતચીત શરૂ કરવાના કેન્દ્રના પ્રસ્તાવને ફગાવ્યો છે. કિસાનોએ રવિવારે કહ્યું કે, તે કોઈ શરતી વાતચીત સ્વીકાર કરશે નહીં. તેમણે ચેતવણી આપી કે રાષ્ટ્રીય રાજધાનીમાં આવનારા તમામ પ્રવેશ માર્ગોને બંધ કરી દેશું.

કિસાનોની આ ચેતવણી વચ્ચે ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાના ઘર પર ઉચ્ચ સ્તરીય બેઠક થઈ છે, જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સિવાય રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર સામેલ થયા હતાં. મળતી માહિતી મુજબ આ બેઠક બે કલાક ચાલી હતી. આ પહેલા વડાપ્રધાન મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમા કહ્યું કે, આ કૃષિ સુધારાએ કિસાનોને નવા અધિકાર અને અવસર આપ્યા છે અને ખુબ ઓછા સમયમાં તેમની મુશ્કેલીઓને ઓછી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

પરંતુ ત્યારબાદ પણ ઘર્ષણ ઓછુ થાય તેમ લાગી રહ્યું નથી. ગૃહ મંત્રાલયે કિસાન સંગઠનોને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્રીય પ્રધાનોનું એક ઉચ્ચ સ્તરીય દળ પ્રદર્શનકારીઓના બુરાડી મેદાન પહોંચ્યા બાદ તેની સાથે વાતચીત કરશે. કિસાનોના 30થી વધુ સંગઠનોની રવિવારે થયેલી બેઠકમાં કિસાનોના બુરાડી મેદાનમાં પહોંચ્યા પર ત્રણ ડિસેમ્બર પહેલા વાતચીત કરી અમિત શાહની રજૂઆત પર વાતચીત કરવામાં આવી, પરંતુ હજારો પ્રદર્શનકારીઓએ આ પ્રસ્તાવને સ્વીકાર કરવાની ના પાડી દીધી અને ઠંડીમાં વધુ એક રાત સિંધુ તથા ટિકરી બોર્ડરો પર પસાર કરવાની વાત કહી.

કિસાનોના પ્રતિનિધિઓએ કહ્યું કે, તેમને શાહની આ શરત સ્વીકાર નથી કે તે પ્રદર્શન સ્થળ બદલી દે. તેમણે દાવો કર્યો કે, બુરાડી મેદાન એક ખુલી જેલ છે. વિપક્ષી પાર્ટીઓએ પણ એ વાત પર ભાર આપ્યો કે સરકારે કિસાનોની સાથે કોઈ શરત વગર વાતચીત શરૂ કરવી જોઈએ. ભારતીય કિસાન યૂનિયનના પંજાબ એકમના અધ્યક્ષ સુરજીત એસ ફૂલે કહ્યું, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા રાખવામાં આવેલી શરત અમને મંજૂર નથી. અમે કોઈ શરતી વાતચીત કરીશું નહીં. અમે સરકારના પ્રસ્તાવનો અસ્વીકાર કરીએ છીએ. પ્રદર્શન ખતમ થશે નહીં. અમે દિલ્હીમાં પ્રવેશના બધા પાંચ રસ્તા બંધ કરીશું.

તેમણે વધુમાં કહ્યું કે, વાતચીત માટે શરત કિસાનોનું અપમાન છે. અમે બુરાડી જશું નહીં. તે પાર્ક નથી. પરંતુ ખુલી જેલ છે. ભારતીય કિસાન યૂનિયનના હરિયાણા એકમના પ્રમુખ ગુરનામ સિંહ ચાધોનીએ કહ્યું, અમે સરકારના પ્રસ્તાવની શરતોનો સ્વીકાર નહીં કરીએ. અમે વાતચીત કરવા તૈયાર છીએ. પરંતુ કોઈ શરત સ્વીકારીશું નહીં. તો શનિવારે બુરાડીના નિરંકારી સમાગમ મેદાન પરોંચી કિસાનોએ પોતાનું પ્રદર્શન જારી રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.