////

અમેરિકામાં કોરોના કહેર વચ્ચે નવી બીમારીનો પગ પેસારો

અમેરિકામાં કોરોના મહામારીના કહેર વચ્ચે એક નવી બીમારીએ પગ પેસારો કર્યો છે. જેમાં બ્રેઈનને સાફ કરી જતા અમીબાથી અમેરિકામાં મોતની ઘટનાઓ સામે આવી છે. આ અમીબાનું વૈજ્ઞાનિક નામ નેગ્લરિયા ફાઉલેરી છે. ડૉક્ટરોથી લઇને વૈજ્ઞાનકો સુધી તમામ લોકો આ જાણકારી મેળવી રહ્યાં છે કે, આ અમીબા ક્યાંથી આવ્યું છે.

હાલમાં નેગ્લેરિયા ફાઉલેરી અમેરિકાના દક્ષિણ રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે. જળવાયુ પરિવર્તન તેના સંક્રમણનું મુખ્ય કારણ જણાવવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર નેગ્લરિયા ફાઉલેરી નામના આ ઘાતક અમીબા બ્રેઈનને ખાઈ જાય છે.

આ અંગે અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર, આ બીમારી હવે ઉત્તર અમેરિકાના રાજ્યોમાં પણ ફેલાવવાનું શરૂ થઈ ગયું છે. વૈજ્ઞાનિકોએ તેના માટે ચેતવણી પણ આપી છે કે, જીવલેણ નેગ્લરિયા ફાઉલેરી અમીબા પાણી સાથે જોડાયેલ છે અને પાણી આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.

આ અમીબા એટલે કે, નેગ્લરિયા ફાઉલેરી સામાન્ય રીતે તળાવ, નદીઓ અને ગરમ ઝરણા અને માટી જેવા ગર્મ તાજા પાણીમાં મળે છે. આ એક સિંગલ કોષ જીવંત જીવ છે. જેના સંક્રમણની બીમારી ખુબજ ઘાતક હોય છે. તેનાથી મોત નિશ્ચિત માનવામાં આવે છે.

નેગ્લરિયા ફાઉલેરીના સંક્રમણના મુખ્ય લક્ષણોમાં ગંભીર માથાનો દુખાવો, તાવ અને વોમિટિંગ સામેલ છે. આ ઉપરાંત ગરદન સખ્તાઇ, આંચકી, માનસિક બીમારી અને કોમામાં જતું રહેવું. વૈજ્ઞાનિકો માને છે કે જ્યારે નેગ્લરિયા ફોઉલેરીના ચેપનું નિદાન યોગ્ય સમયે કરવામાં આવે ત્યારે ચેપગ્રસ્તનું જીવન બચી શકાય છે.

Leave a Reply

Your email address will not be published.