/

લો બોલો હવે પિતા-પુત્રી પણ જુગાર રમતા પકડાયા

ગુજરાતમાં પોલીસે જુગારધામ પર લાલં આંખ કરી છે. જુગારીઓને સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં જાણીતું રંગીલુ રાજકોટ જુગાર રમવા માટે પ્રખ્યાત છે. રાજકોટ પોલીસને બાતમી મળતા જુગારધામ ઝડપયું હતું. એમાં ચોંકાવનારી વાત એ છે કે જુગારધામમાં જુગાર રમતા જુગારીઓમાં સગા પિતા-પુત્રી ઝડપાયા છે. સામાન્ય રીતે રાજકોટ પોલીસ અલગ-અલગ જગ્યાઓથી જુગારધામ ઝડપે છે. જયારે આ જુગારધામ માલવિયાનનગર પોલીસ સ્ટાફ દ્વારા સંચાલિત જુગારધામ હતું.

રાજકોટ શહેરમાં માલવિયાનગર પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી રાધે હોટલ સામે વિષ્ણુનગર શેરી નંબર-૨માં એક મકાનમાં પોલીસને જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. બાતમીને પગલે પોલીસે દરોડા પાડીને જુગારધામ ઝડપી પાડયું હતું. જુગારધામમાં ૧૦ જેટલા જુગારીઓ ઝડપાયા હતાં. કર્મકાંડ કરતાં વ્યકિત અને તેમની પુત્રી પકડાયા હતાં. જેમાં ૧૩૦૦૦ રૃ રૂપિયાની રોકડ રકમ પોલીસે કબ્જે કરી હતી. પોલીસે પકડેલા ૧૦ આરોપીઓમાં ૭ જેટલી મહિલા અને ૩ પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસે ૧૦ જુગારીઓને ઝડપીને તેમના પર કેસ નોંધી કાર્યવાહી તેમજ તપાસ હાથધરી હતી.

Leave a Reply

Your email address will not be published.