//

ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન

ગુજરાતી સાહિત્યકાર એવાં સવાયા ગુજરાતી તરીકે ઓળખાતા ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. જેના લીધે ગુજરાતી સાહિત્યજગતને મોટી ખોટ પડી છે.

ફાધર વાલ્સે ધર્મે ખ્રિસ્તી હતાં પણ વાણીવિચારમાં તેઓ સાચા વૈષ્ણવજન હતાં. તેઓનો જન્મ 4 નવેમ્બર 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં થયો હતો. તેઓ 1960થી 1982 દરમ્યાન સેન્ટ્ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના પ્રોફેસર તરીકે રહ્યાં હતાં. જો કે નિવૃત્તિ બાદ તેઓ સ્પેનમાં રહેવા ગયા હતાં.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતી સાહિત્યમાં તેમને 1966માં કુમારચંદ્રક મળ્યો હતો. જ્યારે 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. જીવનઘડતરના ધ્યેયથી લઇને સદાચાર, તરૂણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિતના અનેક નિબંધસંગ્રહો પણ તેમને લખ્યા છે. ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને તેઓએ ભરપૂર પ્રેમ આપ્યો હતો. સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. વિષ્ણુ પંડ્યાએ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published.