///

ભારતના હુમલાના ડરથી પાકિસ્તાને અભિનંદન વર્ધમાનને મુક્ત કર્યા

પાકિસ્તાનના બાલાકોટમાં 26 ફેબ્રુઆરી, 2019ના રોજ ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર પાકિસ્તાન આર્મી ત્યાંની સરકાર પર ભલે હંમેશા પ્રશ્ન ઊભા કરતી રહી હોય. પરંતુ પાકિસ્તાનની સસંદમાં આ વાતને લઈ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

જેમાં એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ભારત અને મોદી સરકારને લઈ કેવા પ્રકારનો ડરનો માહોલ હતો તેની જાણકારી પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફએ આપી છે.

પાકિસ્તાની સાંસદ અયાજ સાદિકે સંસદમાં દાવો કર્યો કે, મને યાદ છે મહમૂદ શાહ કુરૈશી એ બેઠકમાં હાજર હતાં, જેમાં ઈમરાન ખાને આવવાનો ઇન્કાર કરી દીધો હતો. કુરૈશીના પગ ધ્રૂજી રહ્યા હતા, માથા પર પરસેવો હતો. મને કુરૈશીએ કહ્યું કે, આને (અભિનંદન વર્ધમાનને) હવે પરત મોકલી દો, કારણ કે 9 વાગ્યે રાત્રે હિન્દુસ્તાન પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.