30 થી 35 તાડના વૃક્ષો થયાં બળીને ખાક, 2 ફાયર ટેન્ક, 2 P.W.D.ના ટેન્ક અને 7 પ્રાઇવેટ વોટર ટેન્કની મદદ થી ભીષણ આગને કાબુમાં લેવાઈ.
18 MARCH
દીવના પાવતી વિસ્તારમાં બપોરના સમયે અચાનક આગ લાગતા દીવ ફાયર સ્ટેશનનો સંપર્ક સાધતા દીવ ફાયરના જવાનો એ ઘટના સ્થળે પહોંચી ભીષણ આગને કાબમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. અચાનક ભભુકી ઉઠી ભીષણ આગમાં નાના – મોટા વૃક્ષોની સાથે તાડના 30 થી 35 જેટલા વૃક્ષો બળીને ખાક થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ માલિકી ના ખેતર માં નકામા કચરાને બાળી રહ્યા હતા ત્યારે અચાનક તેના તરખલા ઉડીને આજુબાજુના ખેતરોમાં ઘાસ અને બાજરાના દુંદાઓમાં આગ લાગતાં આગ એ ભીષણ રૂપ ધારણ કર્યું હતું. જો કે આ ઘટનામાં માલિકીના વ્યક્તિનો જિંગા ફાર્મનો માલ – સામાન પણ બળીને ખાક થયો હતો. આમ આશરે અર્ધા કિલો મીટરના એરિયામાં બધું બળીને ભસ્મ થયું હતું.
જો કે આગ વિકરાળ રૂપલે એ પહેલા દીવ ફાયર સ્ટેશન અધિકારી કિશોર પટેલના માર્ગદર્શન હેઠળ લીડીંગ ફાયરમેન જતીન દેવચંદે, રાજેશ બામણીયા, યાજ્ઞિક જેઠવા, શેખર સિકોતરિયા, ફાયરમેન પંકજ સિકોતરીયા, કિશોર જેઠવા, મયુર સોલંકી, મિતેષ બારૈયા, મનોહર સોલંકી, લલિત મકવાણા, મહેશ સોલંકી, ડ્રાઈવર ઓપરેટર નંદકુમાર. ડી. પાટીલ અને બંટી નિનાહ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવામાં આવી હતી. દીવ ફાયરના જવાનો દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહીના પગલે અન્ય કોઈ જગ્યા કે વ્યક્તિને નુકશાન નહી થતાં, મોટી અનહોની તળી હતી. અને 2 ફાયર ટેન્ક, P.W.D.ના 2 ટેન્ક અને 7 પ્રાઇવેટ વોટર ટેન્કની મદદ થી ભીષણ આગને આખરે કાબુમાં લેવાઈ.