///

ફીફાએ અંડર-17 મહિલા વર્લ્ડકપનું આયોજન કર્યું રદ

ભારતમાં કોરોનાના હાહાકારને પગલે સતત ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે હવે કોરોનાને ધ્યાનમાં રાખીને ફીફાએ મંગળવારે વર્લ્ડકપને ટાળવાનો નિર્ણય કર્યો હતો.

ભારતમાં આગામી વર્ષે રમાનારી અંડર-17 મહિલા વર્લ્ડકપને રદ્દ કરી દેવામાં આવી છે. જેમાં ફીફાએ કોરોના વાઈરસના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વર્લ્ડકપના આયોજનને એક વર્ષ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આવું બીજીવાર બન્યું છે, જ્યારે અંડર-17 મહિલા ટૂર્નામેન્ટનુ આયોજન રદ્દ કરવામાં આવ્યુ છે. ફીફાએ આ અંગે જાણકારી આપી છે કે, હવે અંડર-17 મહિલા વર્લ્ડકપનું આયોજન વર્ષ 2022માં ભારતમાં જ કરવામાં આવશે.

નોંધનીય છે કે, અંડર-17 મહિલા વર્લ્ડકપનું આયોજન પહેલા 2 થી 21 નવેમ્બરની વચ્ચે થવાનું હતુ, પરંતુ કૉવિડ મહામારીના કારણે અંડર-17 મહિલા વર્લ્ડકપને 2021 સુધી ટાળી દેવામાં આવ્યો છે, અને આયોજન માટે 17 ફેબ્રુઆરી અને 7 માર્ચની વચ્ચેનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.