///

દેશમાં રવિવારે વિવિધ માર્ગ અકસ્માતની ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યાં

રવિવારે હૈદરાબાદમાં અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ગચીબોવલીમાં એક માર્ગ અકસ્માતમાં 5, પટાનચેરૂમાં 2 અને કુકાટપલ્લીમાં એકનું મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યાં અનુસાર, શહેરના ગાચીબાવલીમાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત અલસુબા ગચીબોવલી વિપ્રો સર્કલ પાસે એક હાઇ સ્પીડ ટ્રકે કારને ટક્કર મારતા કારમાં સવાર 5 યુવાનોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે આશરે 10 લોકો ઘાયલ છે. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ અકસ્માત ઉદયપુર નિમ્બેહેરા રોડ પર સાદુલખેડા નજીક બન્યો હતો. અહીં ક્રૂઝર અને ટ્રક સામસામે ટકરાયા હતા. આ ટક્કર એટલી જોખમી હતી કે ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. હોસ્પિટલમાં લઈ જતાં અન્ય ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ રીતે, અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.