/

Breaking News : કોંગ્રેસના પાંચમા ધારાસભ્યની પડી વિકેટ, જાણો વધુ ક્યાં ધારાસભ્યનું પડ્યું રાજીનામુ

રાજયસભાની ચૂંટણીને લઇને લઇને હાલ કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. ગઇરાલે કોંગ્રેસનાં ૪ ધારાસભ્યોએ રાજીનામું આપ્યુ હતું. જેને લઇને કોંગ્રેસનાં મોટા નેતાઓમાં બેઠકનો દોર શરૂ થયો હતો. પરંતુ આજે કોંગ્રેસને વધુ એક ઝટકો મળયો છે. જેમાં કોંગ્રેસનાં ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય મંગળ ગાવીતએ પોતાનું રાજીનામું ધરી દીધુ છે. રાજયકીય ઉથલ પાથલ વચ્ચે કોંગ્રેસને રાજયસભાની બેઠક ગુમાવી પડે એવા એંધાણો જોવા મળયા છે. કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસનાં મત તૂટશે જેના કારણે રાજયસભાની બેઠક ગુમાવવી પડશે.

ભાજપે તોડફોડની નીતી અપનાવીને કોંગ્રેસને રાજયસભાની ચૂંટણી પહેલાજ વિકેટ પાડી દીધી છે. તેમજ કોંગ્રેસે રાજયસભાની ચૂંટણીમાં ઉતારેલા ઉમેદવાર ભરતસિંહ અને શકિતસિંહ પૈકી એક ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવાનું પણ નક્કી કર્યુ છે. જેનું કારણ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનું રાજીનામા બાદ સંખ્યા ઘટી જતા રાજયસભાની બેઠકનાં મત તૂટે જેથી કોંગ્રેસ રાજયસભાનાં બે ઉમેદવાર પૈકી એકનું ફોર્મ પરત ખેંચશે.

Leave a Reply

Your email address will not be published.