///

Film Review: સારા અલી ખાન-વરુણ ધવન સ્ટારર ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ

બોલિવુડ અભિનેતા વરુણ ધવન અને અભિનેત્રી સારા અલી ખાન સ્ટારર ફિલ્મ કુલી નંબર-1ની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે આ ફિલ્મને આજે ક્રિસમસ ડે પર અમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ડેવિડ ધવનના નિર્દેશનમાં બની છે.

વર્ષ 1995માં આવેલી ગોવિંદાની ફિલ્મ કુલી નંબર-1ની આ રિમેક છે. આ ફિલ્મમાં વર્ષ 1995ના ફ્લેવરને ચાહકો સામે નવા અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ત્યારે આ ફિલ્મ જોતો પહેલા જાણી લો એનો રિવ્યૂ…

આ ફિલ્મમાં ગોવાના અમીર બિઝનેસમેન રોજારિયો (પરેશ રાવલ)નું એક સપનું છે કે, તેઓ પોતાની બન્ને પુત્રીઓના લગ્ન અમીર યુવકો સાથે કરાવે. પંડિત જયકિશન (જાવેદ જાફરી), રોજારિયોની પુત્રી સારા (સારા અલી ખાન) માટે જે સબંધ લઈને આવે છે, તેનાથી રોજારિયો નારાજ થઈ જાય છે. રોજારિયો જય કિશનનું અપમાન કરીને તેને ઘરેથી ભગાડી મૂકે છે. આ અપમાનનો બદલો લેવા માટે જય કિશન રોજારિયોની પુત્રી સારાના લગ્ન ખોટું બોલીને રાજૂ (વરુણ ધવન) સાથે કરાવે છે.

ત્યારબાદ કુલી રાજુ નામ બદલીને કરોડપતિ કુંવર મહેન્દ્ર પ્રતાપ સિંહ બનવાનો ઢોંગ કરે છે. જ્યારે સારાને તેના પર શંકા થાય છે, ત્યારે તે પોતાના જોડિયા ભાઈની વાર્તા ઘડી નાંખે છે. જે બાદ સારા સાથે પોતાના લગ્ન બચાવવા માટે એક પછી એક જૂઠ્ઠાણા ચલાવ્યા રાખે છે. જેના કારણે તે એક મુસિબતમાં ફસાઈ જાય છે.

જોકે આ ફિલ્મની વાર્તામાં કઈ નવું જોવા મળતું નથી. પરંતુ આ ફિલ્મમાં લોકેશન ઉપરાંત કંઈ નવું નથી. જો ગોવિંદાની ફિલ્મની વાત કરીએ તો તેની ફિલ્મમાં દેશી ટચ હતો. પરંતુ આ નવી ફિલ્મમાં ગોવાનો સેટ દર્શાવાયો છે. આ સિવાય વિદેશોમાં પણ અનેક સીનનું શુટિંગ કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે, ફિલ્માં પાત્રો અને લોકેશન સિવાય કંઈ જ નવું નથી.

આ ફિલ્મમા વરુણ ધવન પોતાના અભિનયથી લોકોને મનોરંજન પૂરુ પાડવાનો પ્રયત્ન કરે છે. જોરે વરુણની કૉમિક ટાઈમિંગ શાનદાર રહી છે. વરુણ ધવનના કેટલાક સીનને બાદ કરીએ તો, તે પોતાના ભૂમિકા સાથે ન્યાય કરવામાં સફળ રહ્યો છે. જ્યારે પરેશ રાવલનું કામ પણ વખાણવા લાયક છે. રાજપાલ યાદવ અને સારા અલી ખાન ઓવર એક્ટિંગ કરે છે. જો કે જાવેદ જાફરી, સાહિલ વૈદ્યનો ફિલ્મમાં ટૂંકો રોલ હતો.

Leave a Reply

Your email address will not be published.