///

બિહાર વિધાનસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાનું મતદાન શરૂ

બિહારમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે આ તબક્કામાં 15 જિલ્લાને 78 સીટો પર મતદાન છે. કેટલીક સીટોને છોડીને તમામ જગ્યાએ સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ પહેલાં બિહારમાં 28 ઓક્ટોબર અને 3 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં 15 જિલ્લાની 78 સીટો પર મતદાન થશે, જેમાં અરસિયા, કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર જિલ્લા સામેલ છે. આ તબક્કામાં 1204 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે અને 2 કરોડ 35 લાખ 54 હજાર 71 મતદારો તેમના ભવિષ્યનો નિર્ણય કરશે.

તો 10 નવેમ્બરના રોજ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોનો દિવસ છે. વિધાનસભા ચૂંટણી સાથે વાલ્મિકીનગર લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે પણ મતદાન કરવામાં આવશે. આ સીટ આ વર્ષે જેડીયૂ સાંસદ વૈધનાથના નિધન બાદ ખાલી થઇ હતી. આજે થનાર મતદાનમાં પશ્વિમી ચંપારણના વાલ્મિકી નગર અને રામ નગર ઉપરાંત સહરસાના સિમરી બખ્તિયારપુર અને મહિષી વિધાનસભા સીટ પર સવારે 7 વાગ્યાથી 4 વાગ્યા સુધી મતદાન થશે.

બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલાં આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે. આરજેડીના નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ વડાપ્રધાનને રમખાણોવાળા સીએમ કહ્યા છે. તેમણે કહ્યું કે, મોદી હજી પણ ગુજરાતના રમખાણો વાળા મુખ્યપ્રધાન છે. વડાપ્રધાન તેમની ગરિમા જાળવી શક્યા નહીં. સિદ્દીકીના આ નિવેદન પર વળતો પ્રહાર કરતા ભાજપ નેતા ગિરિરાજ સિંહે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત માતાની જયને આગળ રાખી સંપૂર્ણ વિશ્વને કટ્ટરપંથની સામે એકજૂટ કરી રહ્યાં છે. અબ્દુલ બારી સિદ્દીકીને જો પીએમ મોદીની દેશભક્તિ કટ્ટરપંથી લાગે છે તો અમને ગર્વ છે આવા વડાપ્રધાન પર.

Leave a Reply

Your email address will not be published.