//

અંતે 8 મહિના બાદ ખુલ્યા મંદિરોના દ્વાર, માઇ ભક્તોનો ઘસારો

કોરોના મહામારી અને લૉકડાઉન બાદ મહારાષ્ટ્રમાં આજે સોમવારે પ્રથમ વખત મંદિરોના બંધ દ્વાર 8 મહિના બાદ ભક્તો માટે ખુલ્યાં છે.

ઉદ્ધવ ઠાકરે સરકાર તરફથી તમામ મંદિરોને સામાન્ય નાગરિકો માટે ખોલવાની મંજૂરી મળ્યા બાદ આજે સોમવારે વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. સોમવારે મુંબઈ, નાગપુર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં ભક્તો દ્વારા મંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં આજથી તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની છૂટ આપી દેવામાં આવી છે. ધાર્મિક સ્થળોને ખોલવાને લઈને ઉદ્ધવ સરકારે એક એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં કોરોના સંક્રમણથી બચવા માટેની તમામ શરતોનું પાલન કરવાની વાત કહેવામાં આવી છે.

શિરડી સાંઈ બાબાના મંદિરમાં પ્રતિદિન 6 હજાર ભક્તોને દર્શનનો લાભ લેવાની મંજૂરી આપવામાં આવી છે. દર્શન માટે ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે. આ સાથે જ શ્રદ્ધાળુઓનો શિરડીમાં કોરોના ટેસ્ટ પણ થશે.

બીજી તરફ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ પ્રતિદિન 1 હજાર શ્રદ્ધાળુઓને અંદર પ્રવેશ આપવાની પરવાનગી આપવામાં આવશે. ભક્તોને મોબાઈલ એપના માધ્યમથી પૂજા માટે અલગ-અલગ સમય આપવામાં આવશે. આ માટે સિદ્ધિવિનાયક ટ્રસ્ટે એક ખાસ મોબાઈલ એપ ડેવલોપ કરી છે. જેના થકી શ્રદ્ધાળુઓ દર્શન માટે સમય બુક કરાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published.