///

અંતે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે સિરીઝ રદ કરાઇ, જાણો કારણ

ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વખત પણ પ્રથમ વન-ડે મેચ શરૂ થઈ શકી નહતી. તેને લઈને બંને બોર્ડ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યા હતાં. ત્યારે એકવાર ફરી બોર્ડે નિવેદન જાહેર કર્યુ છે. જેમાં આગામી વન ડે સિરીઝને રદ કરી છે.

આજે ફરી એકવાર બોર્ડે નિવેદન જાહેર કર્યુ છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) અને ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ) એ વર્તમાન વનડે સિરીઝની તમામ મેચોને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. 4 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકાનો ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે આ પહેલા બે વખત વન ડે મેચને રદ કરવામાં આવી હતી. ગઇકાલે જે હોટલમાં ટીમ રોકાઈ હતી ત્યાંના બે સ્ટાફને કોરોના થયો હતો. જેથી મેચ રદ કરવાની ફરજ પડી હતી. આ પહેલા શુક્રવારે વન-ડે શ્રેણી શરૂ થવાની હતી પરંતુ દક્ષિણ આફ્રિકાના એક ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મેચ રવિવાર સુધી ટાળી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.