/////

નાણાપ્રધાન સીતારમણ વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં સામેલ

વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી ફોર્બ્સે જાહેર કરી છે. જેમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ, અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ, બાયોકૉનના ફાઉન્ડર કિરણ મજૂમદાર શૉ અને HCL એન્ટરપ્રાઈઝના CEO રોશની નડાર મલ્હોત્રાને વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં છે.

ફોર્બ્સની યાદીમાં સતત 10માં વર્ષે જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલ ટોચ પર છે. તો કમલા હૈરિસ આ યાદીમાં ત્રીજા નંબર પર છે, જ્યારે નિર્મલા સીતારમણ આ યાદીમાં 41માં સ્થાન પર છે. 17મી વાર્ષિક ફૉર્બ્સ પાવર લિસ્ટમાં 30 દેશોની મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

આ અંગે ફોર્બ્સે જણાવ્યું કે, આમાંથી 10 દેશોની પ્રમુખ, 38 CEO અને 5 મનોરંજન સેક્ટર સાથે સંકળાયેલી મહિલાઓ છે. પછી ભલે તેઓ ઉંમર, રાષ્ટ્રીયતા અને અલગ-અલગ વ્યવસાય કરતાં હોય, પરંતુ 2020ના પડકારોનો સામનો કરવા માટે તેમણે પોતાના પ્લેટફોર્મનો યોગ્ય ઉપયોગ કર્યો છે.

નાણાપ્રધાન સીતારમણ ફોર્બ્સની આ યાદીમાં 41માં સ્થાન પર છે, જ્યારે રોશની નડાર મલ્હોત્રા 55માં અને કિરણ મજૂમદાર શૉ 68માં નંબર પર છે. જ્યારે લેન્ડમાર્ક ગ્રુપના ચીફ રેણુકા જગતિયાનીને આ યાદીમાં 98મો ક્રમ આપવામાં આવ્યો છે. મર્કેલ સતત 10માં વર્ષે પણ પ્રથમ સ્થાને છે.

ફોર્બ્સનું કહેવું છે કે, મર્કેલ યુરોપના મુખ્ય નેતા છે અને જર્મનીને આર્થિક સંકટમાંથી ઉગારીને સૌથી મોટી અર્થ વ્યવસ્થાનું નેતૃત્વ કરી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરીને જર્મનીમાં 10 લાખથી વધુ શરણાર્થીઓને રહેવાની મંજૂરી આપનારી મર્કેલનું નેતૃત્વ સક્ષમ રહ્યું છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, લોકો પૂછી રહ્યાં છે કે, મર્કેલનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ તેમની જગ્યા કોણ લેશે.

Leave a Reply

Your email address will not be published.