///

નાણા સચિવ અજય ભૂષણે બીજા રાહત પેકેજના આપ્યા શુભ સંકેત….

કોરોના વાયરસ સામે હાલમાં ભારત સહિત પૂરું વિશ્વ ઝઝૂમી રહ્યું છે, ત્યારે દેશના ઉદ્યોગોને બહાર કાઢવા તેમજ યુવાનોને રોજગારી મળી રહે તે માટે સરકાર બીજુ રાહત પૈકેજ લાવી શકે તેમ છે. નાણા સચિવ અજય ભૂષણ પાંડેએ આ અંગેના સંકેત આપ્યા છે.

આ અંગે તેમણે જણાવ્યું કે, સરકાર સતત જમીની સ્તર સુધી સ્થિતિનું નિરિક્ષણ કરી રહી છે. સાથે અર્થવ્યવસ્થાના કોઈ પણ સેક્ટરના ભાગમાં કોઈ પણ સમય પર મદદ પુરી પાડી શકાય તેના પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, અમે ઉદ્યોગ નિકાસો, વ્યાપાર સંઘો, વિભિન્ન મંત્રાલયોની સલાહ લેતા રહ્યા છીએ.

તેમણે અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ વિશે વાત કરતા કહ્યું કે, દેશમાં અર્થવ્યવસ્થા પાટે ચઢી રહી છે અને નિરંતર વિકાસ તરફ આગળ વધી રહી છે. ઓક્ટોબરમાં જીએસટી સંગ્રહ 105, 155 કરોડ રુપિયા રહ્યો છે. જે પાછળ ગત વર્ષ માટે મહિના માટે વર્ષના આધાર પર 10 ટકા વધારે છે. આ ઉપરાંત દેશમાં વીજળીની ખપત, નિકાસ અને આયાતમાં વૃદ્ધિ જોવા મળી છે.

સાથે જ ઈ-વે બિલ સાથે જીએસટી સંગ્રહના આંકડા મળીને સંકેત આપે છે કે, અર્થવ્યવસ્થા ન માત્ર સુધારા પર છે પરંતુ વૃદ્ધિના પથ પર ઝડપથી પાછી ફરી રહી છે. ચાલુ વર્ષમાં એપ્રિલ- ઓક્ટોબર દરમિયાન સંકલ પ્રત્યક્ષ કરી સંગ્રહ પાછલા નાણા વર્ષની સમાન સમયની સરખામણીએ 22 ટકા ઘટીને 4.95 લાખ કરોડ રુપિયા રહ્યું છે. જો આપણા કર સંગ્રહ પ્રણાલીમાં સુધારો ન થયો તો મહામારીનો આર્થિક પ્રભાવ ઘણો વધારે હોત. ગત વર્ષ આપણે ફેસલેસ મૂલ્યાંકન, ફેસલેશ અપીલ, એસએફટી,ટીડીએસ લાગુ કરીને રોકડ નિકાશ પર પ્રતિબંધ જેવા પગલા ભર્યા છે.

Leave a Reply

Your email address will not be published.