કોરોના વાયરસથી આર્થિક મંદી અને રોજગારીને વ્યાપક નુકસાની કેટલી હજારો કરોડનું થશે નુકશાન જાણો

ચાયનાનો કોરોના વાયરસ એટલી હદે આગળ વધી રહ્યો છે કે સરકાર અને સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ એ પોતાના તમામ કાર્યકમો રદ કરવાની ફરજ પાડી છે જેના કારણે હાલની આર્થિક પરિસ્થિતિ પણ બગડી રહી છે કોરોનાના કારણે સામાજિક અને ધાર્મિક પ્રસઁગો 29 મી માર્ચ સુધી બંધ રાખવાના નિર્ણયો વ્યવસ્થાપકો દ્રારા કરવા માં આવી રહ્યા છે જેના કારણે અનાજ કરીયાણા, શાકભાજી, કાપડ બજાર, ખાણીપીણીની દુકાનો ,રેસ્ટોરેન્ટ ,હોટલો હોસ્ટેલો ,મંડપ સર્વિસ ટ્રાન્સપોર્ટ સેવા ,રેલવે સેવા અને એરસેવા મંડપ સર્વિસ કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલ રોજમદારો અનેક વેપાર ધંધા પર કોરોનાની અસર થવા પામેલ છે.એક તરફ વિશ્વ મંદી ચાલી રહી છે જમીન બજાર પણ નબળી છે ત્યારે મહાનગર માં રોજીરોટી કમાતા રત્નકલાકાર અને રોજિંદી કમાણી કરતા લોકોની હાલત દયનિય બની રહી છે સરકાર અને સામાજિક સંસ્થાના એક બાદ એક નિર્ણયથી લોકો ભયભીત થઈ રહ્યા છે કેટલીક પરીક્ષાઓ પણ રદ કરી દીધી છે તો મોજશોખ ની ચીઝ વસ્તુનું વેચાણ છેલ્લા કેટલાક દિવસથી બંદ થવા લાગ્યું છે જેના કારણે આર્થિક વ્યવહાર પર માઠી થવા માંડી છે હાલ અન્ય પ્રાંત માં કે રાજ્યોમાં પેટિયું રડતા લોકો પોતાના પરિવાર નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે તેથી પડ્યા પર પાટુ લાગી રહ્યું છે સરકારે હાલ જે નિર્ણય લીધો છે તે નિર્ણય થી લોકો ભય માં આવી ગયા છે

આજ સુધી મંદિર,મસ્જિદ જે ગુરુદ્વાર બંધ રાખવા પડે તેવી કુદરતી આફત પણ નથી આવી તેના કરતા પણ કોરોના ની આફત થી લોકો ની મુશ્કેલી વધી રહી છે કેટલાક ગરીબ અને માધ્યમ વર્ગ ના લોકો કુદરતી આફત સમયે સરકાર પાસે કેસ ડોલ્સ અને બે ટક નું જમવા નું મળી રહેશે તેવી આશા રાખતા હતા. પરંતુ કોરોના નો ભય એટલો બધો ફેલાય રહ્યો છે કે લોકોની અપેક્ષા સરકાર કે સામાજિક કે ધાર્મિક સંસ્થાઓ પાસે પણથી રહી કારણ કે વાયરસ માં એક બીજા થી દૂર રહેવા નું જણાવવામાં આવે છે તેથી કોઈ ધાર્મિક કે સામાજિક સંસ્થા પણ આગળ આવી ને ગરીબ અને મધ્યમ વર્ગ ની મદદ નહીં કરી શકે હાલ તો રોજેરોજ અને ટકેટક નું કમાય ખાતા લોકોની પરિસ્થિતિ પર ગ્રહણ લાગી ગયું છે.

Leave a Reply

Your email address will not be published.