/

દિલ્હી ચૂંટણીમાં ભાજપની હારના 5 કારણો જાણો

દિલ્હી ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. આમ આદમી પાર્ટીએ ફરી એક વાર મોટી જીત હાંસલ કરી છે 70 માંથી આમ આદમી પાર્ટીએ 62 બેઠકો પર જીત મેળવી છે ભાજપ ફક્ત 8 સીટ માંડ માંડ જીત્યું છે. જો કે કોંગ્રેસ કોઈ ચમત્કાર બતાવી ન શકી. ભાજપ દિલ્હીની ગાદીથી છેલ્લા 21 વર્ષથી દૂર છે અને હવે બીજા 5 વર્ષ રાહ જોવી પડશે.

ભાજપની હારના કારણો

 1. ભાજપનો નકારાત્મક પ્રચાર
  ભાજપે 2015ની ચૂંટણીમાં આપ ની સામે નકારાત્મક પ્રચાર કર્યો હતો. છાપાઓમાં જાહેર ખબરો આપી અને અરવિંદ કેજરીવાલનો વ્યક્તિગત વિરોધ કર્યો હતો. આ નકારાત્મક પ્રચારથી ભાજપને કોઈ ખાસ ફાયદો મળ્યો ન હતો. ત્યારે ભાજપે 2015 ની કોઈ શીખ ન લીધી અને આ વખતે પણ નકારત્મક પ્રચારના કારણેભાજપને કોઈ ફાયદો તો ન થયો પણ આપ ની ફરી એક વાર સરકાર બની.
 2. મુખ્યમંત્રીનો ચહેરો જાહેર ન કર્યો
  ભાજપે 2015માં કિરણ બેદીને મુખ્યમંત્રી પદ્દનો ચહેરો જાહેર કર્યો હતો જો કે પાર્ટીને કોઈ ફાયદો ન થયો. ભાજપે આ વખતે રણનીતિ બદલી અને સીએમનો ચેહરો જાહેર ન કર્યો. આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ સવાલ ઉઠાવા લાગ્યા કે અરવિંદ કેજરીવાલ સામે કોણ ? ભાજપ હંમેશા આ જવાબ પર ચુપકીસી રાખી.
 3. આંતરિક જૂથવાદ
  શિસ્તથી વરેલી પાર્ટી ભાજપમાં પુરી ચૂંટણી દરમિયાન એકતાનો અભાવ જોવા મળ્યો. 2015 ની હાર બાદ પણ ભાજપે કોઈ શીખ ન લીધી. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન , વિજય ગોયલ અને દિલ્હી અધ્યક્ષ મનોજ તિવારી વચ્ચે ક્યાંય એકતા જોવા ન મળી.
 4. સ્થાનિક મુદ્દાઓથી દૂર રહેવું
  ભાજપ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર રોડ , પાણી , રસ્તા , ભણતર , વીજળી , સહિતના સ્થાનિક મુદ્દાઓ થી દૂર રહ્યું તો આપ આ જ મુદાઓને લઇ ચૂંટણી લડ્યું. ભાજપે સ્થાનિક મુદ્દાઓને બદલે રાષ્ટ્રીય મુદ્દે પ્રચાર કર્યો દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો શું કરશે તેના બદલે પીએમ નરેન્દ્ર મોદીના નામે મત માંગ્યા પરિણામ આપણી સામે છે.
 5. છેલ્લી ઘડીએ પ્રચારની શરૂઆત
  આપ છેલ્લા 1 વર્ષથી ચૂંટણી પ્રચાર કરતુ હતું અને તેને તૈયારીઓ પણ કરી લીધી હતી. આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારની તૈયારીથી ભાજપ ખુબ જ દૂર હતું. ભાજપે છેલ્લા 1 મહિના માં જ પ્રચાર પર ધ્યાન આપ્યું.

Leave a Reply

Your email address will not be published.