///

LPG ગેસના નવા ભાવ આવ્યા, જાણો આ મહિનામાં કેટલા મોંઘા થયા સિલિન્ડર

કોરોનાના કહેર વચ્ચે દેશમાં અર્થતંત્ર પર પાટે ચડ્યુ નથી લોકો બેરોજગાર છે. આ વચ્ચે એક મહત્વના સમાટાર સામે આવી રહ્યાં છે. સરકારી તેલ કંપનીઓએ રસોઈ ગેસના મામલે ડિસેમ્બરમાં રાહત આપી છે. 1 ડિસેમ્બર 2020એ પણ ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરરના રેટમાં કોઈ ફેરફાર નથી થયો. આ પહેલા ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં PCL, BPCL, IOCએ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. જો કે 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 55 રુપિયા સુધી વધારો થયો હતો.

આ પહેલા છેલ્લી વાર 14 કિલોગ્રામવાળા રસોઈ ગેસના સિલિન્ડરના ભાવમાં જુલાઈ 2020માં 4 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ પહેલા જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા બિન સબ્સિડાઈઝ્ એલપીજી સિલિન્ડર 11.50 રુપિયા મોંઘું થયુ હતું. જ્યારે મે મહીનામાં 162.50 રુપિયા સુધી સસ્તો થયો હતો.

દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની આઈઓસીની વેબસાઈટ પરના ભાવ મુજબ દિલ્હીમાં સિલિન્ડરની કિંમતો સ્થિર રહી છે. જો દિલ્હીની વાત કરવામાં આવે તો હાલમાં 14. 2 કિલોવાળા સબ્સિડીવાળા ગેસ સિલિન્ડર 594 રુપિયામાં મળી રહ્યા છે. જ્યારે મુંબઈમાં સબ્સિડીવાળા સિલિન્ડરની કિંમત 594 રુપિયા છે. પરંતુ ચેન્નાઈમાં આ કિંમત 610 રુપિયા પ્રતિ સિલિન્ડર છે અને કોલકત્તામાં 14.2 કિલો આ સિલિન્ડરના 620 રુપિયા પ્રતિ સિલેન્ડર છે.

ડિસેમ્બર મહિના માટે 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ચેન્નાઈમાં સૌથી વધારે 56 રુપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા છે. અહીં કોમર્શિયલ સિલિન્ડરના 1410 રુપિયા ચૂકવવાના રહેશે. આ ઉપરાંત દેશની રાજધાની દિલ્હીમાં 55 રુપિયાનો વધારો થયો છે. અહી આ સિલિન્ડરના રેટ 1296 રુપિયા છે. કોલકત્તા અને મુંબઈમાં પણ 55 રુપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. જે બાદ આ બન્ને શહેરોમાં નવા ભાવ ક્રમશઃ 1351 અને 1244 રુપિયા થયા છે.

જો તમારે રસોઈ ગેસના ભાવ ચેક કરવા હોય તો સરકારી તેલ કંપનીઓની વેબસાઈટ પર જવાનું રહેશે. અહીં કંપનીઓ દર મહિને નવા રેટ રજુ કરે છે.https://iocl.com/Products/IndaneGas.aspx આ લિંક પર જઈ તમે પોતાના શહેરના ગેસ સિલિન્ડરના ભાવ ચેક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.