///

જાણો વેક્સિનના પ્લાનિંગને લઇ નાયબ મુખ્યપ્રધાને શું કહ્યું ?

કોરોનાના કહેર વચ્ચે વેક્સીનની લોકો રાહ જોઈ રહ્યાં છે. રાજ્યમાં ટૂંક સમયમાં જ વેક્સીન આપવાની શરૂઆત થશે, જેના માટે હાલ પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ વચ્ચે ગઈકાલે કોરોના વેક્સીનને લઇ મુખ્યપ્રધાન વિજય રૂપાણી એ કહ્યું હતું કે, વેક્સીનના આગમનને લઈ તૈયારીઓ ચાલી રહી છે, ગુજરાતમાં ચાર સ્ટેજમાં વેક્સીનની વહેંચણી કરવામાં આવશે.

કોરોનાની વેક્સીન રાજ્ય સરકારના કર્મચારીઓ અને કોરોના વાયરસને સરકાર પોતાના બજેટમાંથી આપવાની જાહેરાત કરી ચૂકી છે. ત્યારે મળતી માહિતી મુજબ, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની પ્રજાને વેક્સીન આપવામાં આવે તે માટે અલગ બજેટની જોગવાઇ હશે. કરોડો રૂપિયાની જોગવાઈ નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન નીતિન પટેલ આગામી બજેટમાં કરી શકે છે. ગઈકાલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આ સંદર્ભે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ પણ જે પ્રકારે નિર્દેશ કર્યા છે તે પ્રમાણે આવતા મહિના સુધીમાં ભારતને પ્રાપ્ત થાય એટલા માટે આ તમામ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. વેક્સીનની કિંમત અંગે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને કિંમત નક્કી કરવામાં આવશે. રાજ્યના બજેટમાંથી કે અન્ય રીતે ફંડ ઉભું કરીને પણ વેક્સીન આપવામાં આવશે. પરંતુ વેક્સીન ન આવે ત્યાં સુધી જાગૃતિ રાખવાની જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું જરૂરી છે.

બીજી તરફ વેક્સિનની કિંમત અંગે નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, હજુ વેક્સિનના ચાર્જ અંગેનો કોઈ નિર્ણય થયો નથી. રાજ્ય સરકારના કર્મચારીઓ, જેઓ કોરોનાની કામગીરી કરી રહ્યા છે. રાજ્ય સરકાર તરફથી તેમને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવશે.

વેક્સીનના ડિસ્ટ્રીબ્યુશન અને સ્ટોરેજ અંગે નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે…

  • સૌથી મોટો પ્રશ્ન વેક્સીન આવે ત્યારે તેને સ્ટોરેજનો રહેશે. વેક્સીનને ઠંડા વાતાવરણમાં રાખવી જરૂરી છે. તે સામાન્ય પ્રકારના ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી કે તેને સામાન્ય રીતે રાખી શકાય. કોલ્ડ ચેઈન પણ સાથે સાથે ઊભી કરવામાં આવી રહી છે.
  • રાજ્યમાં પહેલેથી જ અન્ય પ્રકારની રસીઓ આપવાની થતી હોય છે, એટલે સ્ટાફ પહેલેથી જ રસી આપવા માટે તાલીમબદ્ધ છે.
  • હાલ રાજ્યમાં છ ઝોનમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત અને ભાવનગર, વડોદરામાં મોટા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઉપલબ્ધ છે. 2189 પીએસસી, એસસી સેન્ટરોમાં બારેય મહિનાની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે.
  • દુર્ગમ વિસ્તારમાં પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર પાસેથી બે કુલર પ્રાપ્ત થશે.
  • કેન્દ્ર સરકાર તરફથી ડીપ-ફ્રીજ પણ ફાળવવામાં આવશે. 169 કેન્દ્ર સરકાર દ્વારા રેફ્રિજરેટર ફાળવવામાં આવશે. જેમાંથી અત્યાર સુધી 150 જેટલા રેફ્રિજરેટર કેન્દ્ર સરકાર દ્વારા પ્રાપ્ત થઈ ચૂક્યા છે.
  • રસી માટે જરૂરી કે કોલ્ડ રાખી શકાય તેવા 12 ફ્રીજ ઉપલબ્ધ છે.
  • વેક્સિન કેરિયર 85 હજાર જેટલી સંખ્યામાં રાજ્ય પાસે ઉપલબ્ધ છે. જેમાં બરફ રાખીને લઈ જઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા છે. તેમાં માઇનસ 25થી માંડીને 15 સુધીની ઠંડકની વ્યવસ્થા છે.

read also

Leave a Reply

Your email address will not be published.