
જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ થઇ ચુક્યો છે. મેળામાં દેશ વિદેશથી શિવ ભક્તો મેળો મ્હાલવા આવતા હોઈ છે તેવા સમયે લોકો ની ભીડ નો લાભ લઇ ખિસ્સા કાતરું ,બાળકો ઉઠવતી ટોળકી અને ચીલ ઝડપ ગેંગ સક્રિય રહેતી હોઈ છે તેના થી સાવધાન રહેવા જૂનાગઢ પોલીસે જૂનાગઢ શહેરમાં ઠેક થાકને બોર્ડ મારી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

જૂનાગઢ નો શિવરાત્રી મેળો મીની કુંભ મેળા તરીકે જાહેર થયા પછી ચોર ટોળકી સક્રિય બની છે આવા ચોર લોકો મેળાની મોજ માણતા લોકોની મુશ્કેલી વધારે તે પહેલા જ પોલીસે આગતોતરું આયોજન કર્યું છે. શહેરમાં જુદા-જુદા જાહેર સ્થળો પર અંદાજે 100 જેટલા સાવચેતીના બોર્ડ લગાવીને લોકોને જાગૃત કર્ય છે તેમજ મેળામાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે અને શંકાસ્પદ ઈશમો પર પોલીસે તીસરી આંખ અને આધુનિક ઉપકરણો નો ઉપયોગ શરૂ કરી દીધો છે.