
બોલિવુડની પ્રખ્યાત સિંગર કનિકા કપૂર છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસથી પીડિત હતી જેથી સતત તેના ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા. કનિકા કપૂરના પહેલા ચાર ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા પરંતુ પાંચમો કેસ નેગેટિવ આવ્યો હતો.. ત્યાર બાદ કનિકા કપૂરના છઠ્ઠા રિપોર્ટને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે તો કનિકા કપૂરનો છઠ્ઠો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે જેથી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે કનિકા કપૂરને આવનારા 14 દિવસ સુધી હોમ કોરન્ટાઈન હેઠળ રહેવું પડશે. કનિકા કપૂરનો પાંચમો રિપોર્ટ આવ્યા બાદ SGPGIના ડાયરેકટર પ્રોફેસર આર.કે. ધીમાને કહ્યું હતું કે કનિકા કપૂરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ ઘરે જવાની મંજૂરી મળતા પહેલા વધુ એક વાર ટેસ્ટ કરવામાં આવશે