/

જાણો ક્યાં થયો કનૈયા કુમાર પર હુમલો

JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પર હુમલો થયો છે CAAના. સમર્થનમાં અસામાજિક તત્વોના ટોળાંએ નારા લગાવી પથ્થરમારો કર્યો છે.

JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પર હુમલો થયો છે. બિહારના સુપૌલમાં બુધવારે તેની ગાડીના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં કનૈયા કુમાર ગંભીર રીતે ઘાયલ થયા છે.ઘટના સમયે સુપૌલમાં એક રેલીને સંબોધન કરી કનૈયા સહરસા જઈ રહ્યા હતા. આ પથ્થરમારામાં તેમની ગાડી ઉપરાંત અન્ય એક ગાડીના કાચ પણ તોડી નાખ્યા છે.

સાંજના લગભગ પાંચ વાગ્યાની આસપાસ સભા કર્યા બાદ કનૈયા કુમાર પોતાના કાફલા સાથે સહરસાથી નિકળી રહ્યા હતા. તેમના કાફલાની સાથે કડક સુરક્ષા પણ હતી. સદર વિસ્તારની આસપાસમાં ઉભેલા 25-30 યુવાનોના ટોળાએ સીએએ અને એનઆરસીના સમર્થનમાં નારા લગાવ્યા અને વાહન પર પથ્થરમારો કર્યો અને કાળી શાહી પણ ફેંકી હતી.

મહત્વની વાત છે કે આ અગાઉ પણ કનૈયાના કાફલા પર ઘણી વખત હુમલા થઈ ચુક્યા છે. બે ફેબ્રુઆરીએ પણ છપરામાં કનૈયા કુમારના કાફલા પર પથ્થરમારો થયો હતો. તે એક સભામાં ભાગ લેવા જઈ રહ્યો હતો, જ્યાં 20થી 25 લોકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. CAA બિલ આવતા જ કનૈયા કુમારે સરકાર સામે બાંયો ચડાવી છે ત્યારે કનૈયા કુમારના ઘર્ષણમાં પણ વધારો થઇ રહ્યો છે .

Leave a Reply

Your email address will not be published.