////

જાણો ક્યા ક્યા ઉમેદવારોએ પ્રથમ કલાકમાં જ મતદાન કર્યુ

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન આજે મંગળવારે યોજાઇ રહ્યું છે. 8 બેઠકોમાંની અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કપરાડા તથા કરજણ બેઠક પરની પેટાચૂંટણી માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે મતદાતાઓ સવારે 7થી સાંજના 6 કલાક સુધી મતદાન કરી શકશે. તેવામાં અલગ-અલગ બેઠકના ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારોએ પહેલા કલાકમાં જ મતદાન કર્યુ છે.

પેટાચૂંટણીને લઇને મતદાન ચાલી રહ્યું છે. તેવામાં મોરબી બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારોએ મતદાન કર્યું છે. જેમાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાએ માળિયા મિયાણાના ચમપર ખાતે મતદાન કર્યું છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલે પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે. આ સાથે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ પણ મતદાન કર્યું છે.

બીજી બાજુ ડાંગ બેઠકના ભાજપના ઉમેદવાર વિજય પટેલે પણ મતદાન કર્યું છે. ત્યારે ભાજપ ઉમેદવાર વિજય પટેલે જીતનો દાવો કર્યો છે. અબડાસા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ મતદાન કર્યું છે.

આ ઉપરાંત અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ અને કપરાડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ વરઠાએ મતદાન કર્યું છે. આ તકે બાબુભાઇ વરઠાએ જણાવ્યું કે, ‘મને જનતાના આશીર્વાદ મળશે.’ બીજી બાજુ ધારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ મતદાન કર્યુ છે.

Leave a Reply

Your email address will not be published.