//

“ફિર મુસ્કુરાયેગા ઈન્ડિયા” ગીતએ લોકોનું મન મોહી લીધું, વડાપ્રધાનએ પણ કરી પ્રશંસા

સમગ્ર વિશ્વર કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન, રજનીકાંત, ચિરંજીવી, પ્રિંયકા ચોપરા, રણવીર કપૂર, આલિયા ભટ્ટ સહિત બોલિવુડની ટોચની ઘણી હસ્તીઓએ સાથે મળીને કોરોના વાયરસ સામે જાગુત્તા ફેલાવી રહ્યા છે. કોરોના વાયરસની આ કટોકટીમાં સમગ્ર દેશ એકસાથે ઉભો જોવા મળે છે. તાજેતરમાંજ બોલિવુડના લોકોએ સાથે મળીને એક ગીત બનાવ્યું છે જેની પ્રંશસા હવે વડાપ્રધાન મોદીએ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ફિલ્મ ઉદ્યોગની આ સકારાત્મક પહેલની પ્રશંસા કરી છે અને તેને ટ્વીટ કરી શેર કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી ગીતની કડી શેર કરીને લખ્યું છે કે-“ફિર મુસ્કુરાયેગા ઈન્ડિયા, ફિર જીત જાયેગા ઈન્ડિયા” ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રંશસનીય પહેલ. તો તમને જણાવી દઈએ કે આ ગીત દર્શકોને પણ ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ગીત થોડાજ કલાકોમાં 6 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.