//

મુંબઇના સીટી સેન્ટર મોલમાં આગ, બે જવાન ઘાયલ

મુંબઇના નાગપાડાના સીટી સેન્ટરના મોલમાં આગ લાગી હતી. જે હજુ પણ કાબુમાં આવી નથી. છેલ્લે મળતી માહિતી મુજબ આ આગને કાબુમાં લેવાના અથાગ પ્રયાસમાં ફાયર બ્રિગેડના બે જવાન ધાયલ થયા છે. હાલમાં ફાયરની 15થી વધુ ગાડી ઘટના સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસ કરી રહી છે.

ગતરોજ મોડી રાત્રે નાગપાડા સીટી સેન્ટરના મોલમાં આગ લાગી હતી. આ આગ એ સેન્ટરના મોલને ઝપેટમાં લઇ લીધો હતો. આગ હજુ પણ કાબુમાં આવી નથી. હાલમાં ફાયર વિભાગ ઘટનાસ્થળ પર કાર્યરત છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે. મળતી માહિતી મુજબ પોલીસ અને ફાયર ટીમે મોલમાંથી કેટલાક લોકોનું રેસ્ક્યુ કર્યું છે.

કામગીરીમાં બે જવાન ઘાયલ

આગ બુઝાવવાની કામગીરીમાં ફાયરકર્મીઓના બે જવાન ઘાયલ થયા છે. જેના પગલે બંને જવાનને સારવાર અર્થે જે જે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.