///

સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં લાગી આગ, ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં આગ લાગી છે. ત્યારે આ હોસ્પિટલમાં આગ લાગવાના પગલે 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા દર્દીઓને બચાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

સુરત શહેરમાં આવેલા અઠવા ગેટ વિસ્તારમાં આ હોસ્પિટલ આવેલી છે. જોકે આગના બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. હોસ્પિટલના સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા દર્દીઓને બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. આ આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સર્વર રૂમમાં શોર્ટસર્કિટના લીધે આગ લાગી.

આગ લાગવાને પગલે તમામ દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના પહેલા માળે 16 દર્દીઓ હતા, તે તમામને શિફ્ટ કરવામાં આવ્યા છે. આગના લીધે ચારેબાજુ ધુમાડો છવાયો હતો. આ આગ પહેલા માળે લાગી હતી. તમામ દર્દીઓને બચાવી લેવાયા છે. હાલમાં કોઈ દર્દી અંદર નથી.

Leave a Reply

Your email address will not be published.