/

રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર લાગી આગ

રાજકોટના રવીરતન પાર્ક પાસે આવેલ લકી રેસ્ટોરન્ટ માં આગ જનીનો બનાવ સામે આવ્યો હતો. આગ જનીના બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો પાંચ થી વધુ ફાયર બ્રિગેડના ફાયટરો દ્વારા આગને કાબૂમાં મેળવવામાં આવી હતી ચીફ ફાયર ઓફિસર ના જણાવ્યા પ્રમાણે ફાયર બ્રિગેડમાં 8ને 22 કલાકે ફોન આવ્યો હતો કે રવીરતના પાર્ક પાસે આવેલ કન્યા છાત્રાલય ની બાજુમાં આવેલ લકી રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આગજની નો બનાવ સામે આવ્યો છે જોતજોતામાં લકી રેસ્ટોરન્ટ ની આજુ બાજુની બંને દુકાનો બળીને ખાક થવા પામી હતી તો સાથે જ દુકાનોની ઉપર રહેતા લોકોના એસીના કમ્પ્રેસર પણ બળીને ખાખ થવા પામ્યા હતા સદ્નસીબે જીઈબી દ્વારા પણ આજુબાજુ ના તમામ વીજ પ્રવાહ રોકી દેવાતા અન્ય કોઈ અનિચ્છનિય ઘટના બની ન હતી.

Leave a Reply

Your email address will not be published.