///

મોટેરા સ્ટેડિયમનાં ગેટનંબર ૫ પાસે આગ લાગી

મોટેરા સ્ટેડિયમ પાસે ઝુંપડામાં ગેસનો બાટલોે ફાટતા અચાનક આગ લાગતા તંત્ર દોડતું થયું હતું. આગ ગેસનાં બાટલો ફાટવાથી આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. જો કે જે ઝૂંપડામાં આગ લાગી છે તે મોટેરા સ્ટેડિયમની અડોઅડ પાસે આવેલું છે. આગને કાબુમાં લાવવા માટે ફાયરબ્રિગેટની ટીમની મદદ લેવામાં આવી રહી છે. આગ મોટેરા સ્ટેડિયમનાં ગેટ નંબર 5 ની સામે લાગી ઝુંપડામાં લાગી હોવાનું સામે આવ્યુ છે. જો કે હજુ સુધી જાન-માલને નુકશાન થવાના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. હાલ આગ કાબુમાં આવી હોવાનું જાણવા મળયુ છે. અને કોઇ મોટું નુકશાન થતા અટકયું છે.

Leave a Reply

Your email address will not be published.