////

અમદાવાદમાં પીરાણા પાસે કાપડની ફેક્ટરીમાં લાગી આગ, 12ના મોત

અમદાવાદના પીરાણા પાસે ભયંકર આગ લાગી છે. જેમાં 12 લોકોના મોત થયા છે. જેમાં 5 મહિલા અને 7 પુરૂષોના દુર્ઘટનામાં મોત નિપજ્યા છે.

અમદાવાદના પીરાણા પાસે કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. નાનુકાકા એસ્ટેટમાં ફેકટરીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત નિપજ્યા છે. જેમાં 5 મહિલા અને 7 પુરૂષોના દુર્ઘટનામાં મોત નિપજ્યા છે.

બોઈલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગનું સ્ટ્રકચર ધરાશાયી થયુ હતું. ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.