///

પંચમહાલ: ગોધરાની કુશા કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ

પંમચહાલમાં આવેલા ગોધરાના નાદરખા નજીક કુશા કેમિકલમાં આજે બપોરે આગ લાગી હતી. જેમાં આ આગે જોતજોતામાં એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે, આસપાસના ગામમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. જેને પગલે લોકોએ ગામ ખાલી કરવાનું શરૂ કર્યું હતું. આ આગ લાગતાં 20 કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. જેથી લોકોને 4 કિલોમીટર સુધીનો પૂરો વિસ્તાર ખાલી કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આગની ઘટનાના પગલે હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા અને વડોદરા ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જોકે આગ પર કાબૂ ન આવતા ફર્મ પણ મંગાવવામાં આવ્યું છે.

જોકે કુશા કંપનીમાં આ આગ ક્યા કારણોસર તે જાણી શકાયું નથી. પંરતુ આગને પગલે ગોધરા, કાલોલ, હાલોલ અને ખાનગી કંપની સહિત 5 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ આગ બૂઝવવાના અનેક પ્રયાસો છતાં આગ સતત વધી રહી હતી. આગ એટલી વિકરાળ હતી કે, 20 કિલોમીટર સુધી આગનો ધુમાડો લોકો સ્પષ્ટ જોઈ શકે છે.

આ વિકરાળ આગના કારણે આસપાસના ગામો ફટાફટ ખાલી થયા છે. લોકમાં ડર ફેલાતા લોકોએ વાહનો લઈને સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. કંપની પાસેનું નાંદરખા ગામ પૂરેપૂરું ખાલી થઈ ગયું છે. લોકો ઘર બંધ કરીને સલામત સ્થળે પહોંચી ગયા છે. અનેક ગામના લોકો 4 કિમી દૂર આવેલા રિછીયામાં પહોંચ્યા છે. સાવચેતી અને ભયના કારણે લોકોએ સ્વયં સ્થળાંતર કર્યું.

આ ઉપરાંત અનેક લોકો પોતાના પશુઓને લઈને પણ ગામ બહાર નીકળી ગયા છે. પશુઓ ખેતીના કામમાં ઉપયોગી હોવાથી તેમને અસર ન થાય તે માટે તેઓ તાત્કાલિક પશુઓને ટ્રેક્ટરમાં લઈને નીકળી પડ્યા હતા. તો કેટલાક ચાલતા જ પશુઓ સાથે નીકળી પડ્યા હતા. હાલ આગને પગલે સમગ્ર વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. આ ઘટનાની જાણ થતાં જ પંચમહાલ જિલ્લા કલેક્ટર અને એસપી કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. આગની ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી અને આગ લાગવાનું કારણ પણ હજી સુધી બહાર આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published.