///

સુરતમાં ગોડાઉન અને ત્રણ ઝુંપડપટ્ટી આગની ઝપેટમાં

રાજ્યમાં એક તરફ કોરોનાનું સંક્રમણ ઘટવાનું નામ નથી લઇ રહ્યું તો બીજી બાજુ આગની ઘટનાઓ પણ થમવાનું નામ નથી લઇ રહી. તાજેતરમાં જ અમદાવાદના પીપળજ-પીરાણા રોડ પરના કેમિકલ ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી. તેવામાં સુરતમાં આજે એક સાથે બે જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં શહેરના ભેસ્તાન વિસ્તારમાં કેમિકલ ગોડાઉન અને ઉધના વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે.

શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગુરૂકૃપા ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. જેના લીધે આસપાસના લૂમ્સના કારખાના બંધ કરી દેવાયા છે. ગોડાઉનમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારોમાં ગભરાહટનો માહોલ ફેલાઇ ગયો છે.

જ્યારે બીજી બાજુ શહેરના ઉધના વિસ્તારના મફતનગરમાં ઝુંપડપટ્ટીમાં આગ લાગી છે. જેમાં ત્રણ ઝુપંડાઓ આગની ઝપેટમાં આવી ગયા છે. આ ઘટના શહેરના રોડ નંબર 10 પરની છે. જાણવા મળી રહ્યું છે કે, ફટાકડા ફોડતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.