//

Breaking News : અમદાવાદના ઓઢવમાં આગ 3 મજૂરો હોમાયા

અમદાવાદનાં ઓઢવમાં પિન્ટીંગ પ્રેસમાં ભીષણ આગ લાગી છે. આગને બુઝાવવા ૧૫ જેટલા ફાયર ફાઇટરોની મદદ લેવાઇ છે. આગમાં ગુગળામણને કારણે ૩ કામદારોનાં મોત નિપજયા છે. કેવી રીતે આગ લાગવામાં આવી તેનું કારણ સામે આવ્યુ નથી. તંત્ર દ્વારા પગલા ભરાઇ શકે છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે. આગના કારણે ધુમાંડાના ગોટા નીકળી રહ્યા હતાં. આગ લાગતા આજુબાજુના લોકોના ટોળા એકઠા થયા હતાં. ફાયરબ્રિગેટે પાણીનો વધુ માત્રામાં મારો ચલાવી રહી હતી.

ઓઢવ ફાયર સ્ટેશનની સામે આવેલી બ્લિડીંગમાં જ આગ લાગી હતી. આ ધટનાને લઇને ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે જણાવ્યુ હતુ કે, બિડીંગના ૩ અને ૪થા માટે આગ લાગી હતી. જે માળમાં આગ લાગી હતી તે પ્રિન્ટીગ પ્રેસ હતી. આગ જયાં લાગી હતી ત્યાં લેબર બનાવવાનાં દોરા પડયા હતાં. દોરામાં રેઓન ફાઇબર હતું. તેના બંડલો પડયા હતાં. જેમાંથી લેબલ બને છે અથવા પ્રિન્ટ થાય છે. તેની પાસેના રૃમમાં ૩ કામદારો મૃત્યુ પામેલી હાલતમાં પડયા હતાં પ્રાથમિક તપાસમાં કામદારો ગુગળામણના કારણે દાઝયા છે. તેમનાં શરીર પર દાઝયા હોવાનાં નિશાન મળયા નથી.જે માળમાં આગ લાગી હતી ત્યાં વધુુ માત્રામાં રીઓન ફાયબર હતાં. જેથી આગની તીવ્રતા વધી ગઇ હતી. તેમાં આગ બુઝાવતા ૩ કલાક કરતા વધુ સમય લાગયો હતો. જે બિડીંગમાં આગ લાગી હતી તે ૪ માળની હતી.

બ્લ્ડિીંગના ૩ અને ૪ માળે આગનો બનાવ બન્યો હતો જેથી ભારે જહેમત ઉઠાવ્યા બાદ ફાયરબ્રિગેડને આગ પર કાબુ મેળવવા માટે વધુ સમય લાગ્યો હતો. આ બનાવમાં ૩ મજુરોના મોત નિપજયા હતા જેમના મૃતદેહને પીએમ માટે ખસેડાયા હતાં. પ્રાથમિક તપાસમાં ગુંગળામણના કારણે મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. પરંતુ પીએમમાં કંઇ રીતે મોત થયું તેનું કારણ સામે આવશો. જો કે મજુરોનાં મૃતદેહ પર દાઝવાના નિશાન જોવા મળયા નહતા. પરંતુ હાલ આગ કાબુમાં આવી ગઇ છે. અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. અને આગ કંઇ રીતે લાગી તેનું કારણ શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published.