///

સુરતમાં ભીષણ આગ ભભૂકી : શ્રમિકએ જીવ બચવા ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી

સુરત શહેરમાં આગ લાગવાનાં કિસ્સાઓ દિન પ્રતિદિન વધી ગયા છે. સુરતનાં પાંડેસરમાં વધુ એક વખત ભીષણ આગ લાગી છે. સુરતના પાંડેસરામાં આવેલી જીઆઇડીસીમાં કેમિકલ ફેકટરીમાં બોઇલરમાં બ્લાસ્ટ થવાથી આગ ભભૂકી હતી. જેમાં આગથી બચવા એક શ્રમિકે આગથી બચવા બીજા માળેથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

સુરતનાં પાંડેસરામાં જીઆઇડીસીમાં વોકી ટોઝિયમ કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ છે. ફાયરબ્રિગેડની ગાડીઓનો કાફલો આગ પર કાબૂ મેળવવા પહોંચી ગયો છે. પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં કેમિકલ હોવાથી ફાયર બ્રિગેટને આગ બુઝાવવા માટે ભારે જહેમત થઇ રહી છે. આગને પગલે આસપાસના વિસ્તારોમાં દોડાભાગ મચી છે. કેમિકલ ફેકટરીમાં આગ લાગ્યા બાદ કેમિકલ વધુ માત્રામાં હોવાથી સતત બ્લાસ્ટ થઇ રહ્યા હોવાનું ફાયરની ટીમે જણાવ્યુ છે.

ફેકટરીમાં આગમાં અમરસિંગ ગંગાદીન કેવટ (ઉં૨૨, મૂળ ઉત્તરપ્રદેશ) નામનો મજુર ફસાયો હતો. જે ૩ મહિનાથી ફેકટરીમાં નોકરી કરતો હતો.  આગથી બચવા માટે ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો.જેથી તેને ૧૦૮માં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.  તદ્દ ઉપંરાત ફેકટરીમાં ૪૦થી ૫૦ શ્રમિકો કામ કરી રહ્યા હતાં. જેથી બીજા કેટલાક શ્રમિકો આગમાં ફસાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જેને લઇને ૩ ૧૦૮ એમ્બ્યુલન્સને તૈયાર રાખવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published.