/

જામનગરના ખાનગી ટ્યુશન કલાસમાં આગ વિધાર્થીઓમાં નાસભાગ

જામનગર કોમ્પ્લેક્ષમાં આવેલ ખાનગી ટ્યુશન ક્લાસમાં લાગી આગ આજે અચાનક આગ લાગી હતી અને ક્લાસીસમાં બેઠેલા વિધાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી સ્થાનિક લોકો એ તુરંત ફાયર બ્રેગેડનો કોલ કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગ કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા ટ્યુશન ક્લાસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો અને આગથી બચવા વિધાર્થીઓએ ચીસાચીસ કરી દીધી હતી શહેરના જીજી હોસ્પિટલ નજીક આવેલ કોમ્પલેક્સમા બની આગજની ઘટના બનતા આસપાસના લોકો પણ થોડી વાર માટે ગભરાઈ ગયા હતા સદ્ નસીબે કોઈ જાનહાની નથી થઇ પરંતુ જો આગ થોડી વાર માં કાબુ માં નાવે તો કોમ્પ્લેક્ષ માં આગ ભરખી જાત અને અનેક લોકોના જીવ જોખમ માં મુકાઈ જાત.

સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્ષના ટ્યુશન કલાસની ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું અને તમામ ટ્યુશન ક્લાસમાં ફાયર સેફટીના સાધનો લગાવવા રાજ્ય સરકારે આદેશો આપ્યા હતા તેમછતાં હજુ કેટલાક ખાનગી ટ્યુશન કલાસીસમાં ફાયર સેફટીનો અને ઈલકટ્રીક સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે સુરતની ઘટના બાદ પણ કલાસીસ સંચાલકો આજ સુધી કેમ ફાયર સેફટીના સાધનો નથી વસાવતા ? જો ફાયર સેફટીના સાધનોના હોઈ તો આ ખાનગી ટ્યુશન કલર્સને ચલાવવા માટે કોને અને ક્યારે N.O.C. આપ્યું હતું તે લોકોમાં સવાલ પુછાઈ રહયો છે

Leave a Reply

Your email address will not be published.