/

દિલ્હી-NCRમાં પ્રતિબંધ છતા ફટાકડા ફૂટ્યા, પ્રદૂષણ પહોંચ્યું ખતરનાક સ્તર પર

રાજધાની દિલ્હીમાં પ્રતિબંધ હોવા છતાં લોકો ગઇકાલે ફટાકડા ફોડતાં જોવા મળ્યાં હતાં. જેના પગલે દિલ્હી-NCRમાં પ્રદૂષણ ગંભીર સ્તર પર પહોંચી ગયું છે. પ્રદુષણ અને ફટાકડાની વચ્ચે દિલ્હીની આબોહવા વધુ ખરાબ થઇ ગઇ છે. આ પરિસ્થિતિ ત્યારે છે જ્યારે દિલ્હીમાં NGTએ 30 નવેમ્બર સુધી દિલ્હીમાં ફટકડાની ખરીદારી અને ફોડવા પર પ્રતિબંધ લાદ્યો હતો.

આંકડાઓ મુજબ નોઇડામાં એર ક્વોલિટી ઇંડેક્સ 500ની ઉપર જતો રહ્યો છે. જ્યારે દિલ્હીની નજીક આવેલા ગુરુગ્રામમાં હવાનું સ્તર ઘણુ ખરાબ જોવા મળ્યું છે. હવાની ગુણવત્તા વધુ ખરાબ થઇ અને એક્યુ આઇ પણ ઘણો ખરાબ સ્તર પર જતો રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે દિવાળી પર સુપ્રીમ કોર્ટના આદેશનું દેશભરમાં કોઇ જગ્યાએ પાલન થયું ન હતું. દિવાળીના તહેવારમાં મનાઇ હોવા છતા મોડી રાત સુધી ફટાકડાઓ ફુટતા જોવા મળ્યાં હતાં.

દિલ્હી-NCR સહિત ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરામાં પણ મોડી રાત સુધી આતિશબાજી જોવા મળી હતી. જ્યારે જાહેરનામામાં 8થી લઇ 10 સુધીનો જો કે દિલ્હી-NCRમાં ફટાકડા ફૂટતા પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે.

Leave a Reply

Your email address will not be published.