///

અમદાવાદમાં દિવાળીમાં આગના બનાવો ઘટતા ફાયર કર્મીઓને મળી રાહત

આ વર્ષે દિવાળીના તહેવારો દરમિાન ગત વર્ષોની સરખામણીમાં ફટાકડાને કારણે લાગતી આગોના બનાવોમાં 30 થી 35 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે ફટાકડાને કારણે 71 અને બીજા અન્ય ઈલેક્ટ્રીક શોર્ટસર્કીટ જેવા કારણોસર 45 બનાવો બન્યા હતા. હાલની વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને પગલે શહેરમાં ફટાકડા પ્રમાણમાં ઓછા ફૂટ્યા હતા.

દિવાળીના તહેવારોમાં આગની ઘટના અંગે એડીશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે સ્પષ્ટતા કરેલ કે, દર વર્ષે ફટાકડાને કારણે લાગતી આગોમાં 8 થી 10 બનાવો સીરીયસ ફાયરના કે જેમાં 18 થી 20 જેટલા ફાયરના વિવિધ કેટેગરીના વાહનો વાપરવાની જરૂર પડતી હતી. જેમાં વિપુલ માત્રામાં પાણીનો જથ્થો આગ બુઝાવવાના કામમાં વપરાતો હતો અથવા બ્રિગેડ કોલની વ્યાખ્યા કહેવાય તેવી આગની ઘટનાઓ બનતી હતી.

સાથે જ આ આગની ઘટનાઓમાં આર્થિક નુકશાન મોટાં પાયે થતુ અથવા ઈજા જાનહાનીની ઘટનાઓ બનતી, ત્યારે આ પ્રકાની એકપણ આગની ઘટના આ વર્ષે બની ન હોવાનો સંતોષ ફાયરના વરિષ્ઠ અધિકારી ભટ્ટે વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે, ફટાકડાના કારણે લાગતી આગથી થતું મોટું આર્થિક નુકસાન, ઈજા, જાનહાની, પ્રદુષણ ફેલાવવાની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને શહેરીજનોએ લોક જાગૃતિએ એક આવકાર્ય સકારાત્મક પગલું છે. આ વર્ષે આગના બનાવ ઘટતા અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝના તમામ અધિકારી કર્મચારીઓએ રાહતનો શ્વાસ લઇ, પોતાના કુટુંબીજનો સાથે દિપાવલીના મહાપર્વને માણી શક્યા હતા.

Leave a Reply

Your email address will not be published.